સાઉથના આ સુપરસ્ટારની બોલિવૂડમાં એન્ટ્રી ! હૃતિક રોશનની બ્લોકબસ્ટર ફિલ્મમાં બનશે વિલન

  • May 28, 2024 06:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'વોર' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. અંદાજે રૂ. 170 કરોડના ખર્ચે બનેલી, સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 475 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મનો પહેલો ભાગ બ્લોકબસ્ટર હિટ રહ્યો હતો અને ત્યારથી ચાહકો ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. સાઉથનો સુપરસ્ટાર એક્ટર જુનિયર એનટીઆર વોર-2માં રિતિક રોશન સાથે જોવા મળશે. કારણ કે બંને સ્ટાર્સની પોતપોતાની જગ્યાએ જોરદાર ફેન ફોલોઈંગ છે. તો આવી સ્થિતિમાં કયો એક્ટર નેગેટિવ રોલમાં હશે તેના પર સતત ચર્ચા ચાલી રહી હતી.


હવે એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર કન્નડ ફિલ્મોની લાઈફ એવા એક્ટર ધ્રુવ સરજાનો આ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે તે આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે. એવા સમાચાર હતા કે ધ્રુવ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, પરંતુ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હતું કે KD-ધ ડેવિલ ફેમ અભિનેતા રિતિક રોશન સ્ટારર ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરશે. પહેલો ભાગ સિદ્ધાર્થ આનંદે બનાવ્યો હતો, જ્યારે હવે અયાન મુખર્જી બીજો ભાગ બનાવી રહ્યો છે. જો કે જ્યાં સુધી ફિલ્મમાં ધ્રુવની કાસ્ટિંગની વાત છે તો આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં રિતિક અને જુનિયર એનટીઆર સિવાય જોન અબ્રાહમ, કિયારા અડવાણી અને શબી આલ્હુવાલિયા પણ જોવા મળશે. જ્યાં એક તરફ એવા સમાચાર છે કે ધ્રુવ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે તો બીજી તરફ કેટલાક સૂત્રોનું એવું પણ કહેવું છે કે તે રિતિક રોશનના ભાઈની ભૂમિકામાં જોવા મળી શકે છે. વર્ષ 2019માં રીલિઝ થયેલી ફિલ્મ 'વોર'માં રિતિક રોશન મેજર કબીર ધાલીવાલની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે તેની કેમેસ્ટ્રી અદ્ભુત હતી અને વાર્તા ઘણી રસપ્રદ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News