અઠવાડિયા પહેલા સગાઈ થઈ અને, ગેમઝોનની આગમાં કપલે ગુમાવ્યો જીવ

  • May 26, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં બેદરકારીના દાવાનળમાં અનેક પરિવારો ભૂંજયા છે. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 32 લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહે છે ત્યારે આ આંકડો હજુ પણ વધી શકે છે. 


આગમાં મૃતદેહો એટલી રીતે બળીને નષ્ટ થયા છે કે તેમની ઓળખ પણ થઈ શકે તેમ નથી કેટલાક પરિવારો ના પાંચ પાંચ સભ્યો હાલ ગુમ છે શહેરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે પરિવારનું આક્રંદ યથાવત છે . કેટલાકે પોતાની દીકરી ગુમાવી તો કેટલાક પત્ની અને પુત્ર ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે આ અકસ્માતમાં એક એનઆરઆઈ પરિવાર પણ હોમાયો છે એટલું જ નહીં પરિવારનું એક નવું કપલ કે જેમની સગાઈ હજુ એક જ અઠવાડિયા પહેલા થઈ હતી, અને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન થનાર હતા તેમનું પણ મોત થયું છે. 


ગઇકાલે રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, આ દુ:ખદ અકસ્માતમાં 32 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 9 બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આગના સમયે ગેમિંગ ઝોનમાં સારી એવી સંખ્યામાં લોકો હાજર હતા, કારણ કે શનિવાર રજાનો દિવસ હતો, એટલું જ નહીં, સપ્તાહના અંતે ભીડને આકર્ષવા માટે ગેમિંગ ઝોનના મેનેજમેન્ટે 99 રૂપિયાની એન્ટ્રી ફીની સ્કીમ આપી હતી. આ મામલામાં રાજ્ય સરકારે 5 સભ્યોની SITની રચના કરી છે, જે ઘટનાની તપાસ કરીને 72 કલાકમાં રિપોર્ટ સોંપશે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હતા, તેથી મૃતકોની ઓળખ કરવા માટે મૃતદેહો અને પીડિતોના સંબંધીઓના ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સવારે ઘટના સ્થળ અને નાના-માવા રોડ પરની હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગેમ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application