ધોરણ 12નું કોમ્પ્યુટરનું પેપર ફૂટ્યું હોવાની વાતનો ચેરમેનનો રદિયો કહ્યું, વાઇરલ થયેલા પેપરમાં ઓરીજનલ પેપર સાથે થોડા પ્રશ્નો જ સમાન

  • March 27, 2023 07:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત બોર્ડ ધોરણ 12 કોમર્સનું આજે કોમ્પ્યુટરનું પેપર ફૂટ્યું હોવાના સમાચારો વાઇરલ થઇ રહ્યા હતા, જે અંગે યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. જો કે તેણે ટવીટમાં લખ્યું હતું કે, આ ફોટોની પુષ્ટી કરાઈ નથી. હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ અંગે તપાસ કરી રહી છે. 

સૂત્રો મુજબ, સોશિયલ મીડિયામાં પેપર શરૂ થયાના 43 મિનિટમાં જ કેટલાક જવાબ ટિક કર્યા સાથેનું પેપર વાઇરલ થયું હતું. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સએપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા પેપર લીક થયાની માહિતી પહોંચાડવામાં આવી છે. પેપર સાચું છે કે ખોટું તેની પૃષ્ટિ હું કરતો નથી.


સમગ્ર ઘટના અંગે બોર્ડના ચેરમેન એ. જે. શાહે જણાવ્યું હતું કે, પેપર લીક થયું નથી, પરંતુ સાયબર ક્રાઇમને આ ઘટના અંગે ફરિયાદ કરીશું. 12થી 15 પ્રશ્નો વાયરલ થયેલા પ્રશ્ન સાથે મળતા આવે છે. પરીક્ષા પુર્ણ થયા પહેલા D સેટનું પેપર વાયરલ થયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application