બિહારની વાલ્મિકીનગર લોકસભા સીટ પર ગધેડા પર બેસીને ઉમેદવારી નોંધાવવા માટે ગળામાં ચંપલ અને ચપ્પલની માળા પહેરીને પહોંચેલા ઉમેદવારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉમેદવારે આ રીતે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારની આ સ્ટાઈલ જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.
વાલ્મિકી નગર લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર સૈયદ હવારી જૂતા અને ચપ્પલની માળા પહેરીને અને છત્રી લઈને ગધેડા પર સવાર થઈને ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા. આ દરમિયાન ઉમેદવાર ગધેડા પરથી નીચે પડી પણ ગયો હતો, જેને જોઈને લોકો હસવા લાગ્યા. જો કે ઉમેદવારની આ સ્ટાઇલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જો કે આ પ્રકારે ઉમેદવારી નોંધાવવા આવેલા ઉમેદવારો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો પોતપોતાના પ્રતિભાવો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે સૈયદ હવારીએ કહ્યું કે હું એક ગરીબ મજૂરનો પુત્ર છું અને હંમેશા જનતાના ચપ્પલ નીચે જીવવા માંગુ છું. સૈયદે કહ્યું કે હું કોઈ મોટો નેતા નથી અને લોકો મને ઓળખતા પણ નથી. તેથી ગધેડા પર સવાર થઈને અને ચપ્પલની માળા પહેરીને હું મારું નામાંકન ભરવા આવ્યો છું જેથી હું લોકોને આકર્ષી શકું. લોકો મને ઓળખતા ન હોવાથી લોકો મારા તરફ આકર્ષિત થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપતંજલિ અને બાબા રામદેવ ફરી આવ્યા વિવાદમાં, કંપનીની સોનપાપડી ફૂડ ટેસ્ટમાં થઈ ફેલ
May 19, 2024 05:23 PMયુપી : ફુલપુરમાં રાહુલ અને અખિલેશની રેલીમાં હંગામો, નાસભાગમાં લોકો થયા ઘાયલ
May 19, 2024 04:54 PMરાજકોટ ચોટીલા હાઈવે પર કારમાં અચાનક ભભૂકી આગ, રાહદારીઓની મદદથી આગ પર મેળવાયો કાબુ
May 19, 2024 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech