કટ્ટરવાદી સંગઠન SIMI પર પાંચ વર્ષનો પ્રતિબંધ લંબાવાયો, ગૃહ મંત્રાલયે જારી કર્યો આદેશ

  • January 29, 2024 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે વિવાદિત સંગઠન 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)' પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા સાઈટ X પર પોસ્ટ દ્વારા આ પ્રતિબંધને લંબાવવાના આદેશની માહિતી શેર કરી હતી.


પોસ્ટમાં ગૃહ મંત્રાલયે લખ્યું છે કે આતંકવાદ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સ અભિગમને અનુરૂપ, 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા' (SIMI)ને આગામી પાંચ વર્ષ માટે UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમી ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં નાખવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application