ઝારખંડના નવા અને જૂના બન્ને સીએમએ ભાજપ અને કેન્દ્રીય એજન્સીઓ પર લગાવ્યો આરોપ ; ઇડીની કસ્ટડીમાં હેમંત સોરેન વિધાનસભા પહોચ્યા
હેમંત સોરેનના રાજીનામા બાદ મુખ્યમંત્રી બનેલા ચંપાઈ સોરેને આજે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો છે. સીએમ ચંપાઈ સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ સરકારે ૪૭ ધારાસભ્યોના સમર્થન સાથે ફ્લોર ટેસ્ટ જીતી લીધો છે. ચંપાઈ સોરેને ૨ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને બહુમત સાબિત કરવા માટે ૫ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. તેમણે આજે વિશ્વાસ મત રજૂ કર્યો અને ત્યાર બાદ ચર્ચા શરૂ થઈ. ચંપાઈ સોરેને ચર્ચા શરૂ કરતા ભાજપ પર ઉગ્ર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે “ભાજપે સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો. આમાં અમે તેમને નિષ્ફળ કર્યા. ભાજપ હેમંત સોરેનને ખોટા કેસોમાં ફસાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે."
ચંપાઈ સોરેને વધુમાં કહ્યું કે હેમંત સોરેનને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, અમે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન બનાવેલી યોજનાઓને આગળ ધપાવીશું. કેન્દ્ર સરકારે કેન્દ્રીય એજન્સીનો દુરુપયોગ કર્યો છે. જ્યારે પણ અહીંના આદિવાસી નેતૃત્વ પોતાની ક્ષમતામાં વધારો કરે છે, ત્યારે તે નેતૃત્વને દબાવી દેવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકારે લોકોના વિકાસ માટે કામ કર્યું છે. હવે અમારું કામ પ્રગતિ ચાલુ રાખવાનું છે અને ઝારખંડને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું છે."
આ દરમિયાન ભાજપના નેતા અમર કુમાર બૌરીએ ઝારખંડ વિધાનસભામાં કહ્યું કે ભાજપે પહેલીવાર હેમંત સોરેનજીને ધારાસભ્યથી ઉપમુખ્યમંત્રી બનાવવાનું કામ કર્યું. જો ભાજપની સરકાર ન હોત તો આ સરકાર આટલો લાંબો સમય ટકી ન હોત. કોંગ્રેસ ક્યારેય નથી ઈચ્છતી કે અહીંના લોકોનું ભલું થાય. ઝારખંડ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, "કોઈ પણ કાયદાથી ઉપર નથી."
આરોપો સાબિત થયા તો હું માત્ર રાજકારણ નહી ઝારખંડ છોડી દઈશ : હેમંત સોરેન
આ પછી હેમંત સોરેને પણ કેન્દ્ર સરકાર, રાજ્યપાલ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હું ભાજપને પડકાર આપું છું કે મારા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો સાબિત કરે, જો આરોપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ એટલું જ નહીં, હું ઝારખંડ છોડી દઈશ.'' તેમણે કહ્યું કે અમે આંસુ નહીં વહાવીએ પણ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે 'સામંતવાદી દળો'ને યોગ્ય જવાબ આપીશું. કેન્દ્રના ષડયંત્ર બાદ મારી ધરપકડમાં રાજભવને મહત્વની ભૂમિકા ભજવી હતી. હેમંત સોરેન ઇડી કસ્ટડીમાં વિધાનસભા પહોંચ્યા હતા અને વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો હતો. તેણે દાવો કર્યો હતો કે ઇડીના અધિકારીઓએ તેમને વિધાનસભામાં ભાષણ આપતા પણ રોક્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech