જામનગરમાં યુવતિનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ની ટીમ

  • March 09, 2023 07:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરેથી કોઈને કહ્યા વગર નીકળેલી ૧૯ વર્ષની  યુવતીનું પરિવાર સાથે મિલન જામનગર ૧૮૧ ટીમ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
તા-૭/૦૩/૨૦૨૩ ના રોજ  એક સજ્જન નાગરિકે ૧૮૧ પર કોલ કરીને જણાવેલ અહીં એક યુવતી બે કલાકથી ઉભી હોય છે તે તેમનું નામ કે  સરનામું જણાવતી ન હોય અને ફક્ત એટલું કહેતી હોય કે હું હું ઘરેથી નીકળી ગયેલ હોય છે તેથી તેમને મદદની જરૂર છે.



૧૮૧ની ટીમ સ્થળ પર ગયેલ રૂબરૂ યુવતીનું કાઉન્સિલિંગ કરેલ સમસ્યા જાણતા જણાયું કે યુવતી સવારે ૫:૦૦ વાગ્યાથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય છે , તેમજ યુવતીએ જણાવેલ કે મારા માતા મને સાચવતા ન હોય અને મારા ભાઈને વધારે સાચવતા હોય છે અને મને વારંવાર કહેતા હોય છે કે તને તો વિકાસ ગૃહમાં મૂકી દેવી છે તેથી હું કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય, યુવતી ને તેમના ઘરનું એડ્રેસ પૂછતા યુવતીએ અલગ અલગ એડ્રેસ જણાવેલ  હતું.



અલગ અલગ બે એડ્રેસ પર ગયેલ ત્યારબાદ ત્રીજા એડ્રેસ પર યુવતી નું ઘર મળેલ હોય ત્યાં જઈને તેમના માતા-પિતા સાથે કાઉન્સિલિંગ કરતા જણાયું કે યુવતી માનસિક અસ્થિર હોય છે અને તેઓ ઘરમાં વારંવાર ઝઘડો કરે છે અને તેમના માતાની જાણ બહાર કોઈ યુવક સાથે ફોન પર વાત કરતા હોય છે આ વાતની તેમના માતાને જાણ થતા યુવતી ઘર છોડીને નીકળી ગયેલ હોય છે.


તેથી યુવતીનું લાંબા ગાળાનું કાઉન્સેલિંગ કરેલ સમજાવેલ અને યુવતી પાસે એક મોબાઇલ ફોન હોય છે તે કોઈ પુરુષે આપેલો હોય છે તે મોબાઈલ ફોન યુવતીને સમજાવીને તેમના માતા-પિતાને સોંપેલ હોય છે અને હાલમાં યુવતીને તેમની માતા સાથે રહેવું હોય છે તેથી યુવતી ને તેમના માતા-પિતાને  સોંપેલ અને યુવતીના માતા પિતાએ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application