ટીમ ઈન્ડિયાની ટેસ્ટ જર્સી બદલાઈ, INDIAના બદલે લખ્યું કઈક એવું કે ચાહકો થયા ગુસ્સે

  • July 11, 2023 06:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયા તેના આગામી મિશનને સફળ બનાવવા માટે જોરદાર તૈયારી કરી રહી છે. રોહિત એન્ડ કંપની વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે, જે બુધવારથી ડોમિનિકામાં શરૂ થશે. જો કે, આ સીરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયા પોતાની જર્સીને કારણે ચર્ચામાં આવી ગઈ છે. ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ખેલાડીઓનું ફોટોશૂટ થયું અને મોટા ભાગના ફેન્સ ટીમ ઈન્ડિયાની જર્સીથી નિરાશ છે.


ટીમ ઈન્ડિયાની નવી ટેસ્ટ જર્સીના ખભા પર વાદળી પટ્ટીઓ છે. જર્સીની આગળ ડ્રીમ 11 લાલ રંગમાં લખેલું છે. ડ્રીમ 11 ટીમ ઈન્ડિયાનું નવું સ્પોન્સર છે. ડ્રીમ 11ની બીસીસીઆઈ સાથે 350 કરોડની ડીલ છે. જોકે ટીમ ઈન્ડિયાની નવી ટેસ્ટ જર્સીથી ફેન્સ ખૂબ જ નિરાશ છે. તેણે આ જર્સીને ખરાબ ગણાવી છે.


ટીમ ઈન્ડિયાની નવી ટેસ્ટ જર્સી ભલે ગમે તે હોય, પરંતુ વધુ મહત્વનો મુદ્દો વેસ્ટ ઈન્ડિઝમાં તેનું પ્રદર્શન કરવાનો છે. ભારતીય ટીમ તાજેતરમાં જ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી છે. હવે ટીમ ઈન્ડિયા નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સીરીઝ રમવા જઈ રહી છે. સામે વેસ્ટ ઈન્ડિઝ છે, જેને હળવી ટીમ માનવામાં આવે છે, પરંતુ ઘરઆંગણે તે ટીમ ભારતને ચોંકાવી દેવાની શક્તિ ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application