ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ, ત્રણેય ફોર્મેટમાં નવા અવતારમાં જોવા મળશે ભારતીય ટીમ

  • June 02, 2023 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતે 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે



ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ભેટ મળી છે. બીસીસીઆઈએ તાજેતરમાં સ્પોર્ટ્સનાં કપડા બનાવતી કંપની adidas India સાથે કરાર કર્યો અને તેને તેની કીટ સ્પોન્સર બનાવી હતી. હવે Adidas ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. Adidas એ ત્રણેય ફોર્મેટની જર્સી લોન્ચ કરી છે. ભારતીય ટીમને 7 થી 11 જૂન સુધી ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને આ ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી પહેરશે.




Adidas પહેલા, MPLA ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર હતી. પરંતુ BCCIએ આ કંપની સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો. ત્યારથી બધા રાહ જોઈ રહ્યા હતા કે ભારતીય ટીમની નવી જર્સી કેવી હશે જે હવે પૂરી થઈ ગઈ છે.




T20 જર્સી કોલરલેસ છે અને તેનો રંગ ઘેરો વાદળી છે. આ જર્સીના ખભા પર ત્રણ પટ્ટાઓ પણ છે જે સફેદ રંગની છે. બીજી તરફ, ODI જર્સી આછા વાદળી રંગની છે જેમાં કોલર છે. આ જર્સીના ખભા પર ત્રણ સફેદ પટ્ટીઓ પણ છે. જ્યારે વ્હાઈટ કલરની જર્સી ટેસ્ટ મેચની છે.



adidas India એ પોતાના ટ્વિટર પર જર્સી લૉન્ચ કરવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાની જર્સી ટ્રેનની ઉપર હવામાં લટકતી દેખાય છે. ભારતની જે નવી ટેસ્ટ જર્સી છે તેના ખભા પર ત્રણ કાળી પટ્ટીઓ છે જે Adidas ની જર્સીમાં હોય છે. આ કંપનીના લોગોમાં પણ ત્રણ લાઈન છે. તે જ સમયે, T20 અને ODI ટીમની જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application