ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં ફરી વધારો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામેના મેચમાં નહી રમે શુભમન ગિલ

  • October 10, 2023 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેન્ગ્યુના કારણે ભારતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ બુધવારે અફઘાનિસ્તાન સામે રમાનારી મેચમાં ભાગ લેશે નહીં. શનિવારે પાકિસ્તાન સામેની શાનદાર મેચમાં શુભમન ગિલ મેદાન પર જોવા મળે તેવી શક્યતા ઓછી છે. આ વર્ષે ભારત માટે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર શુભમન ગિલની ગેરહાજરી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહી છે.


રવિવારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ ૧૯૯ રનમાં ઓલઆઉટ થવા છતાં એક સમયે ટીમ ઈન્ડિયા મેચ હારી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ભારતે માત્ર ૨ રનમાં બંને ઓપનરો સાથે ઐયરની ત્રીજી વિકેટ પણ ગુમાવી દીધી હતી.

ગયા અઠવાડિયે શુભમન ગિલની તબિયત લથડી હતી અને તેમનામાં ડેન્ગ્યુના લક્ષણો જોવા મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, શુભમન ગિલ ૭૦ ટકા સુધી સ્વસ્થ થઈ ગયો છે. પરંતુ તેમ છતાં તેની વાપસી અંગે કંઈ કહી શકાય તેમ નથી. ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવામાં બે અઠવાડિયાથી વધુ સમય લાગે છે. હાલમાં, ગિલ ચેન્નાઈમાં સારવાર હેઠળ છે અને અફઘાનિસ્તાન સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે.


ગિલ ક્યારે પ્રેક્ટિસ શરૂ કરશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. બીસીસીઆઈના ડોક્ટર્સ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. પ્રેક્ટિસના અભાવે ગિલ પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર થઈ શકે છે અને આવતા અઠવાડિયે જ તે મેદાનમાં ઉતરે તેવી પ્રબળ સંભાવના છે.


વર્લ્ડ કપમાં ભારતની બેટિંગ મોટાભાગે ટોપ ઓર્ડર પર નિર્ભર છે. વનડેમાં અશ્વિનનું બેટિંગનું પ્રદર્શન પ્રમાણમાં નબળું રહ્યું છે, આ સિવાય બુમરાહ, સિરાજ અને કુલદીપની બેટિંગ પણ કૈક આવી જ છે. તેથી ટીમ ઈન્ડિયાને તેના સ્ટાર ઓપનર ગીલની હાલ તાતી જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application