શિક્ષકને આવ્યું ૮માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર દિલ, પ્રેમ પત્ર લખી કહ્યું, "વેકેશનમાં તારી બહુ યાદ આવશે, જીવન ભર તારો બનવા માંગુ છું" !

  • January 06, 2023 05:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ગુરુ અને શિષ્ય ના પવિત્ર સંબંધને લાંછન લગાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પ્રાથમિક શાળાના શિક્ષકને સગીર વિદ્યાર્થીની સાથે પ્રેમ થઈ જતાં તેણે સગીરાને પ્રેમપત્ર લખ્યો હતો. જે બાદ વિદ્યાર્થિનીએ આ વાત પોતાના પરિજનોને કરી હતી.


કન્નૌજના સદર કોતવાલી વિસ્તારના એક ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકને અહીંની જુનિયર હાઈસ્કૂલમાં ધોરણ 8ની એક વિદ્યાર્થિની પર દિલ આવી જતા તે અભ્યાસના બહાને વિદ્યાર્થિનીની છેડતી પણ કરતો હતો. આ દરમિયાન શિક્ષકે પત્ર દ્વારા વિદ્યાર્થિનીને પોતાના દિલની વાત કહી હતી. આટલું જ નહીં તેણે વિદ્યાર્થિનીને મળવા પણ બોલાવી હતી. શિક્ષકના આ કૃત્યથી વિદ્યાર્થિની ડરી ગઈ અને તેના પરિવારજનોને પત્ર આપતા તેણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.


વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે જ્યારે અમે શિક્ષક પાસે પહોંચ્યા અને તેને આવું કૃત્ય કરવા બદલ માફી માંગવા કહ્યું ત્યારે તે ઝઘડો કરવા લાગ્યો. જે બાદ પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.


વિદ્યાર્થિનીને લખેલા પ્રેમપત્રમાં શિક્ષકે લખ્યું હતું કે 'હું તને ખૂબ પ્રેમ કરું છું. રજાઓ દરમિયાન તારી ખૂબ જ યાદ આવશે. હું તને ખૂબ મિસ કરીશ. ફોન મળે તો ફોન કરજે. તું શિક્ષક સાથે ફોન પર પણ વાત કરી શકે છે. રજાઓ પહેલા એકવાર મને મળવા આવજે અને જો તને પ્રેમ હોય તો ચોક્કસ આવીશ. જો હું તને 8 વાગ્યે ફોન કરીશ તો તું શાળાએ વહેલા આવી શકે છે. જો તું આવી શકે તો મને જણાવજે અને હું તારી સાથે ઘણી વાતો કરવા માંગું છું. તારી બાજુમાં બેસીને, એકબીજાને પોતાના બનાવીને, જીવનભર તારો બનવા માંગું છું. હું હંમેશા તને પ્રેમ કરીશ. વાંચ્યા પછી ફાડી નાખજે અને કોઈને બતાવીશ નહીં.' હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application