તમિલનાડુ: ટીકીટ ન મળતાં આપઘાતનો પ્રયાસ કરનાર સાંસદ ગણેશમૂર્તિનું મોત

  • March 28, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
બે દિવસ પહેલા ઝેરી દવા પીને આત્મહત્યાની કરી હતી કોશિશ :  એમડીએમકે સંસદના આ પગલા બાદ ગરમાયું રાજકારણ 


પહેલા આત્મહત્યાનો પ્રયાસ કરી ચુકેલા તમિલનાડુના સાંસદ ગણેશમૂર્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. એમડીએમકેના ગણેશમૂર્તિ, ઇરોડના વર્તમાન લોકસભા સાંસદનું આજે સવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ 24 માર્ચે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


પોલીસના જણાવ્યા અનુસાર, ઇરોડથી 2019ની લોકસભા ચૂંટણીમાં ડીએમકેની ટિકિટ પર ચૂંટાયેલા ગણેશમૂર્તિની તબિયત ખરાબ હતી અને 24 માર્ચે તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીટીઆઈ અનુસાર, પ્રારંભિક તપાસ બાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બાદમાં સાંસદને નજીકના કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજ્યના શહેરી વિકાસ અને આવાસ પ્રધાન એસ મુથુસામી, મોડાકુરિચીના ભાજપના ધારાસભ્ય ડૉ સી સરસ્વતી અને એઆઈએડીએમકે નેતા કે.વી. રામલિંગમ સહિત અનેક રાજકારણીઓ ગણેશમૂર્તિની તબિયત વિશે પૂછપરછ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા.


ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા ગણેશમૂર્તિ આગામી લોકસભા ચૂંટણીમાં ઈરોડ બેઠક પરથી ચૂંટણી લડવા માટે પાર્ટી દ્વારા તેમને ટિકિટ ન મળતા તેઓ નારાજ હતા. ડીએમકેએ ઈરોડમાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે અને તિરુચી સીટ એમડીએમકેને આપવાનો નિર્ણય કર્યો છે. એમડીએમકે મહાસચિવ વાઈકોના પુત્ર દુરાઈ વાઈકોને તિરુચીથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application