તલાટીની પરીક્ષાની આન્સર કી આવતીકાલે જાહેર થશે

  • May 08, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટવિટ કરી આપી માહિતી: ૩૦ જિલ્લાના ૨,૬૯૪ કેન્દ્ર પર શાંતિપૂર્ણ યોજાઈ પરીક્ષા




ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટીટ કરી આપી માહિતી છે કે, આજે લેવાયેલી પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે.





પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટીટ કરી માહિતી આપી છે કે, કાલે લેવાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષાની આન્સર કી મંગળવારે એટલે કે ૯ તારીખે મુકાશે.





રાયભરમાં કાલે તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ ૩,૪૩૭ પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષામાં ૨, ૬૯૪ કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સાથે પરીક્ષામાં ઈલેકટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબધં ફરમાવાયો હતો. ગુજરાતમાં ૩,૪૩૭ પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષામાં ૧૭ લાખ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભયુ હતું. જોકે બાદમાં ૮.૬૫ લાખ ઉમેદવારોએ પરીક્ષાનું કન્ફર્મેશન આપ્યું હતું.  જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકાર દેવ ચૌધરી કડક બંદોબસ્તના નિરીક્ષણ અર્થે રીસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર સરોજિની નાયડુ ગલ્ર્સ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જી.પી.એસ ટ્રેકિંગ સિસ્ટમ મની મુલાકાત લઈ પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રશ્નપત્ર પહોંચાડવાની કામગીરી સુચા પે થઈ રહી છે કે નહીં, તે સુનિશ્ચિત કયુ હતું.





ઉલ્લેખનીય છે કે, રિસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટરેથી જ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવાનો અવકાશ ન મળે તેવા કડક બંદોબસ્ત વચ્ચે સુપરવાઈઝર, વીડિયોગ્રાફર, ફોટોગ્રાફર અને પોલીસ કર્મી સહિતની બનેલી ટીમ દ્રારા જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે ૯૭ જેટલા ટના ૧૯૭ કેન્દ્રો ઉપર પ્રશ્નપત્રો પહોચાડવામાં આવ્યા હતા. વધુમાં પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્નપત્ર સુરક્ષિત ન પહોંચે ત્યાં સુધી વહીવટી તત્રં દ્રારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને નીતિ નિયમો મુજબની પ્રવેશ પ્રક્રિયા દ્રારા પરીક્ષાર્થીઓના કોલ લેટર, આઈ. ડી. પ્રૂફ ચકાસીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે પરીક્ષા સફળતાપૂર્વક લઈ શકાય તે માટે અધિકારીઓ – કર્મચારીઓ સહિત ૪ હજાર જેટલો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.



તલાટીની પરીક્ષામાં સરકાર પાસ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર દ્રારા લેવામાં આવતી સરકારી ભરતીની પરીક્ષામાં એક યા બીજી રીતે વિવાદ થયો તેમજ પેપર ફટવાના બનાવો બનતા હતા પરંતુ ગઈકાલે રાયમાં તલાટી કમ મંત્રીની ૩,૪૩૭ ખાલી જગ્યા ભરતી માટેની પરીક્ષા યોજાઈ. કોઈપણ પ્રકારના વિવાદ વગર રાના ૨,૬૯૭ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી. આ સંપન્ન થતાં વહીવટીતંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે અને સરકારે સફળ રીતે આ પરીક્ષા પૂર્ણ કરી છે જેનો શ્રેય પંચાયત સેવા પસંદગી મંડળના આઈપીએસ અધિકારી હસમુખ પટેલને જાય છે. એમના માઈક્રો પ્લાનિંગ અને વહીવટીતંત્રના સહકારથી શકય બન્યું છે. રાયમાં કેટલાક વિસ્તારોમાં શાળા ઉમેદવારો સરનામું ભુલી જતાં અન્ય સ્કૂલે પહોંચી ગયા હતા તો હાજર પોલીસે તાત્કાલીક તેમના સેન્ટર પર પહોંચાડની વ્યવસ્થા કરી હતી. પરિણામે અન્ય સ્કૂલે જતાં રહેલા ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્રએ પહોંચાડવાનું કામ પોલીસ દ્રારા કરવામાં આવ્યું હતું. પરીક્ષાના સમય દરમિયાન તે રીતે ટ્રાફિક પોલીસે મન મોટા રાખીને ઉમેદવારોને જવા દીધા હતા.



તલાટીની પરીક્ષામાં ૩૦ થી ૩૭ ટકા ઉમેદવારો ગેરહાજર
એડવાન્સમાં કન્ફર્મેશન આપી પરંતુ હાજર ન રહ્યા: ઉનાળાની કાળઝાળ ગરમી, દૂર દૂરના સેન્ટર જેવા અનેક પ્રશ્નો: મોટાભાગના હાજર રહેશે તેમ માની હજારો અધિકારીઓ અને કર્મચારીઓને ડયુટી ફાળવી હતી




રાયભરમાં ગઈકાલે લેવાયેલી તલાટીની પરીક્ષામાં રાજકોટ શહેર અને જિલ્લાના કેન્દ્રને ૫૭૦૦૦ ઉમેદવારો ફાળવવામાં આવ્યા હતા તેમાંથી ૧૬,૩૮૭ ઉમેદવારો ગઈકાલે હાજર રહ્યા હતા. આ વખતે પરીક્ષામાં પહેલીવાર એડવાન્સમાં પ્રત્યેક ઉમેદવારનુ કન્ફર્મેશન લેવામાં આવ્યું હતું પરંતુ આમ છતાં રાજકોટ અને રાયમાં સરેરાશ ૩૦ થી ૩૭% ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.





આ બાબતે એક એવું તારણ કાઢવામાં આવે છે કે ઉનાળાની ગરમી અને દૂર દૂર ફાળવવામાં આવેલા સેન્ટરના કારણે આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે. એક પણ અરજદારને તેના મૂળ જિલ્લામાં પરીક્ષા માટે સીટીંગ એરેન્જમેન્ટ કરવામાં આવી નહોતી અને દરેક ઉમેદવારને તેના મૂળ જિલ્લા પછીના એકાદ જિલ્લામાં બેઠક વ્યવસ્થા આપવામાં આવી હતી. આ સિસ્ટમના કારણે ૧૫૦ થી ૨૦૦ કિલોમીટર જેટલું ટ્રાવેલિંગ વન –વે દરેક ઉમેદવારને કરવું પડું હતું. ૮,૬૦,૦૦૦ ઉમેદવારોએ કન્ફર્મેશન આપ્યું હોવાથી તેમાંથી મોટાભાગના હાજર રહેશે તેમ માનીને હજારોની સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી પરંતુ ૩૦ થી ૩૭% ની ગેરહાજરી ચોકાવનારી બાબત બની રહી હતી.





રાજકોટ જિલ્લામાં વહીવટી તત્રં દ્રારા સઘન વ્યવસ્થા અને નક્કર પ્રયાસ સાથે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્રારા લેવાનાર ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)ની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેમાં ૫૭,૦૦૦ પૈકીમાંથી ૪૦,૬૧૭ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૬,૩૮૩ પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા. જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકાર દેવ ચૌધરી કડક બંદોબસ્તના નિરીક્ષણ અર્થે રીસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર સરોજિની નાયડુ ગલ્ર્સ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જી.પી.એસ ટ્રેકિંગ સિસ્ટમ મની મુલાકાત લઈ પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રશ્નપત્ર પહોંચાડવાની કામગીરી સુચા પે થઈ રહી છે કે નહીં, તે સુનિશ્ચિત કયુ હતું.




ઉલ્લેખનીય છે કે, રિસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટરેથી જ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવાનો અવકાશ ન મળે તેવા કડક બંદોબસ્ત વચ્ચે સુપરવાઈઝર, વીડિયોગ્રાફર, ફોટોગ્રાફર અને પોલીસ કર્મી સહિતની બનેલી ટીમ દ્રારા જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે ૯૭ જેટલા ટના ૧૯૭ કેન્દ્રો ઉપર પ્રશ્નપત્રો પહોચાડવામાં આવ્યા હતા. વધુમાં પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્નપત્ર સુરક્ષિત ન પહોંચે ત્યાં સુધી વહીવટી તત્રં દ્રારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને નીતિ નિયમો મુજબની પ્રવેશ પ્રક્રિયા દ્રારા પરીક્ષાર્થીઓના કોલ લેટર, આઈ. ડી. પ્રૂફ ચકાસીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે પરીક્ષા સફળતાપૂર્વક લઈ શકાય તે માટે અધિકારીઓ – કર્મચારીઓ સહિત ૪ હજાર જેટલો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application