44મી ઓવરમાં સૂર્યાની 4 સિક્સર, ફેન્સની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું સ્ટેડીયમ, જુઓ વિડીયો

  • September 24, 2023 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડેમાં શ્રેયસ ઐયરે સદી ફટકાર્યા બાદ શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. ગિલે 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પરંતુ આ પછી છેલ્લી 10 ઓવરમાં બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મેદાનમાં એન્ટર થતા સાથે જ તોફાન મચાવી દીધું છે. સૂર્યાએ આ સિક્સરની એક લાઈન ફટકારી છે. કેમરૂન ગ્રીનની એક જ ઓવરમાં 4 સિક્સર સુર્યાએ ફટકારી છે.


44મી ઓવરના પહેલા જ બોલથી સૂર્યાએ વાર કરવાનું શરૂ કરી દીધું હતું. ઓવરનો પહેલો બોલ બેક સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી હતી. ઓવરના બીજા બોલ પર પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. આ પછી ગ્રીને ઓવરનો ત્રીજો બોલ ઓફ સ્ટમ્પ પર ફેંક્યો હતો. આ બોલ પર સૂર્યાએ લોંગ ઓફ પર સિક્સર ફટકારી હતી. ત્યારબાદ સૂર્યાએ ડીપ મિડ-વિકેટ પર વધુ એક છગ્ગો ફટકાર્યો અને સતત ચોથી વખત બોલને મેદાનની બહાર ઊછળ્યો હતો.


આ ઓવરના પહેલા 4 બોલ પર સૂર્યાએ સિક્સર ફટકારી હતી. જે બાદ એવી આશા રાખવામાં આવી રહી હતી કે યુવરાજ સિંહની જેમ તે પણ સતત 6 સિક્સર ફટકારી શકે છે. પરંતુ આવું ન થયું. યુવરાજે 2007 T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application