આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે પીએમ તેમના ગૃહ રાજ્યને ઘણી યોજનાઓ અને નિર્માણ કાર્યોની ભેટ આપશે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રૂ. 4153 કરોડના 11 વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ અને ઉદ્ઘાટનનો સમાવેશ થાય છે. આ સાથે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત પીએમ મોદી રાજકોટમાં એઈમ્સનું ઉદ્ઘાટન પણ કરશે. રાજ્ય માટે આ એક મોટી યોજના સાબિત થશે. PM મોદી તેમના ગુજરાત પ્રવાસ માટે ગતરોજ જ જામનગર પહોચ્યા હતા. આજે સાંજે રાજકોટમાં રોડ શો, એઈમ્સનું ઉદ્ઘાટન અને જાહેર સભાને સંબોધિત કર્યા બાદ પહેલાના શેડ્યુલને બદલીને વડાપ્રધાન રાત્રી રોકાણ રાજકોટમાં જ કરશે.
રાજકોટ AIIMS ના ઉદઘાટન સાથે, ગુજરાતને ટાવર A અને B હોસ્પિટલના બ્લોકમાં 250 બેડની ક્ષમતા સાથેની દર્દી વિભાગ (IPD) સેવાઓ સાથેની પ્રથમ અત્યાધુનિક AIIMS, બેઠક ક્ષમતા સાથે ડાઇનિંગ હોલ સાથે અંડરગ્રેજ્યુએટ બોયઝ હોસ્પિટલ મળશે. 500 લોકોની. અને કન્યા છાત્રાલય, 66 KV કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ અને 14 વિભાગો હેઠળ બહારના દર્દીઓ વિભાગ (OPD) સેવાઓ. રાજકોટ AIIMSમાં અત્યાર સુધીમાં 1 લાખ 44 હજાર દર્દીઓએ આઉટ પેશન્ટ વિભાગ (OPD) સેવાઓનો લાભ લીધો છે.
PM મોદીનું શેડ્યૂલ
સવારે 07:35 કલાકે બેટ દ્વારકા થશે આગમન
07:45 કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન
08:25 કલાકે સિગ્નેચર બ્રિજનું કરશે લોકાર્પણ
09:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં કરશે દર્શન
12:15 કલાકે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સંબોધન
03:30 વાગ્યે રાજકોટAIIMSની કરશે મુલાકાત
04:45 કલાકે રેસકોર્ષ મેદાનમાં જાહેરસભા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech