UPમાં ખતીમાથી બરેલી જતી ટ્રેન પર આવારા તત્વોએ કર્યો પથ્થર, રેલ યાત્રીએ એક્સ પર કરી ફરિયાદ

  • July 29, 2024 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બરેલી દૌરાઈ સ્પેશિયલ ટ્રેનમાં પથ્થર થયાની ઘટના સામે આવી છે. જેમાં  ખતીમાથી બરેલી જતી ટ્રેન નંબર 05097 દૌરાઈ સમર સ્પેશિયલ ટ્રેનમાં માઝોલા સ્ટેશન નજીક બેકાબુ તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર કોચની સીટ પર વાગ્યો હતો, જેના કારણે સીટનું પ્લાયવુડ બોર્ડ પણ તૂટી ગયું હતું. ત્યારે એક મુસાફરે આ અંગે એક્સ પર ફરિયાદ કરી હતી.


ડીઆરએમ ઈજ્જતનગર રેલ મંડળ અને ડીજીપી યૂપી પોલીસના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતા ઈનામુલ કાદરીએ કહ્યું કે, તેઓ 05097 દૌરાઈ સમર સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.  ઈનામુલે કહ્યું કે, ટ્રેન ખાતિમાથી બરેલી જવા રવાના થઈ હતી અને માઝોલા રેલવે સ્ટેશનને પાર કર્યા બાદ બદમાશોએ ટ્રેન પર પથ્થરો વડે હુમલો કર્યો હતો.



તીક્ષ્ણ પથ્થર વડે હુમલો


ઈનામુલના જણાવ્યા અનુસાર, હુમલો ધારદાર પથ્થર વડે કરવામાં આવ્યો હતો, જેના કારણે બારીનો પ્લાયવુડ પણ તૂટી ગયો હતો. તેણે લખ્યું કે, આ રીતે હુમલો કરનાર બદમાશની શોધ કરીને કાર્યવાહી થવી જોઈએ.

આ બાબતને ગંભીરતાથી લઈને ઈજ્જતનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરની ઑફિસમાંથી આ મામલો આરપીએફ ઈજ્જતનગર રેલવે ડિવિઝનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News