ફિલ્મોની વિરુદ્ધમાં બિનજરૂરી નિવેદન બાજી બંધ કરો

  • January 18, 2023 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં નેતાઓ અને કાર્યકરોને આપી સૂચના, બોલીવુડ ને વિરોધના વંટોળ થી મુક્તિ મળશે ?




વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકાએક બોલીવુડના સપોર્ટમાં ઉતરી આવ્યા છે અને વારંવાર હિન્દી ફિલ્મો અને તેના ગીત અથવા ફિલ્મને લગતી બાબતોને સાંકળીને કરવામાં આવતા વિરોધના વંટોળ અને ધમકીઓની એક પ્રકારની ફેશન થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન આ પ્રવૃત્તિને અટકાવવા માટે હવે ગંભીર બની ગયા છે.




દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીના બીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના તમામ નેતાઓને કાર્યકરોને એવી સૂચના આપી હતી કે હિન્દી ફિલ્મોની વિરુદ્ધમાં બિનજરૂરી નિવેદન બાજી થી બધાએ દુર રહેવું જોઈએ.




પાછલા થોડાક સમયથી ફિલ્મોના નામ તેના ગીત અને તેની કથા વગેરે જેવા મુદ્દાઓને લઈને હિન્દી ફિલ્મ પ્રદર્શિત નહીં થવાની ધમકીઓ આપવામાં આવતી રહી છે અને આંદોલનોની ધમકીઓ આપીને હિન્દી ફિલ્મોના વિકાસને અટકાવી દેવાની પ્રવૃત્તિ આચરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાને અંતે આ સમસ્યા નો અંત લાવવા માટે પ્રયાસ કર્યો છે.




વડાપ્રધાનને કહ્યું કે આ પ્રકારની બિનજરૂરી નિવેદન બાજી અને વિરોધની પ્રવૃત્તિને કારણે પાર્ટીના ડેવલપમેન્ટના કાર્યક્રમને ગંભીર વિપરિત અસર પહોંચે છે અને પાર્ટી દરેક ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબંધ છે અને તેમાંથી ફિલ્મ બાકાત રહી શકે નહીં.




પાછલા થોડાક સમય દરમિયાન કેટલીક હિન્દી ફિલ્મો તેમજ ટીવી અને વેબ શો ની સામે અલગ અલગ પ્રકારના મુદ્દા ઉભા કરીને તેનો વિરોધ શરૂ કરીને વિવાદ ઉભો કરવામાં આવતો રહ્યો છે અને અલગ અલગ સમુદાયના લોકોની લાગણી છે તેવા સાથે ફિલ્મને પ્રદર્શિત નહીં થવા દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.




આ પ્રકારની પ્રવૃત્તિ હવે દેશમાં બંધ કરાવવાની જરૂર છે તેમ કહીને વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં બધા જ ક્ષેત્રોના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે અને ભાજપ પોતાના એજન્ડા મુજબ વિકાસ માટે આગળ વધી રહ્યો છે ત્યારે તેની સામે અવરોધ ઊભા નહીં કરવા જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application