આજે શેરબજારમાં આજે રોકાણકારો માટે ભારે દિવસ રહ્યો છે. સાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે શેરબજાર ફરી એકવાર તૂટું છે. સવારે જોરદાર મોમેન્ટમ સાથે ખુલ્યા પછી, શેરબજારમાં અચાનક ઘટાડો શ થયો અને થોડી જ વારમાં સેન્સેકસ ૧૦૦૦ પોઈન્ટ અને નિટી ૩૬૩ પોઈન્ટથી વધુ ડાઉન થયા હતા. આ સમયગાળા દરમિયાન પેટીએમથી લઈને અદાણી શેર્સ સુધી બધા શેર લાલ નિશાન પર જોવા મળ્યા હતા. જાહેર ક્ષેત્રની કંપનીઓની પણ ખરાબ હાલત જોવા મળી હતી.
બુધવારે શેરબજારની મજબૂત શઆત થઈ હતી. સેન્સેકસ અને નિટી બંને સૂચકાંકો લીલા નિશાન પર ખુલ્યા. બીએસઇનો ૩૦ શેરવાળો સેન્સેકસ ૨૪૭.૬૧ પોઈન્ટના વધારા સાથે ૭૩,૯૧૫.૫૭ પર ખુલ્યો હતો, યારે એનએસઇનો નિટી ૬૧.૭૦ પોઈન્ટ સાથે ૨૨,૩૯૭.૪૦ પર ખૂલી હતી. બજાર ખુલતાની સાથે જ લગભગ ૧૨૮૧ શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, યારે ૯૪૮ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી માત્ર એક કલાકમાં જ સ્થિતિ બદલાઈ ગઈ અને શેરબજાર ઝડપથી ડાઉન થવા લાગ્યું હતું. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સેન્સેકસ ૬૯૦.૪૭ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૭૨,૯૭૭.૬૦ ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો, યારે નિટી ૨૬૨.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨,૦૭૩ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બેંક નિટી ૨૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭,૦૭૨ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
શેરબજારમાં ઘટાડાની વચ્ચે અદાણી ગ્રૂપની લગભગ તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી શેર લગભગ ૯% ડાઉન હતો, યારે અદાણી ટોટલ ગેસ ૭%, અદાણી એન્ટરપ્રાઇઝ ૬%, અદાણી વિલ્મર ૪%, અદાણી પોર્ટ ૫%, અદાણી ગ્રીન સોલ્યુશન ૪.૫% અને અદાણી પાવર ૫% ઘટા હતા. આ પહેલા સાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે પણ શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. બોમ્બે સ્ટોક એકસચેન્જનો સેન્સેકસ ૬૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩,૫૦૨ પર બધં થયો હતો. યારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિટી ૧૬૦ પોઈન્ટ ઘટીને ૨૨,૩૩૨ પર બધં થયો હતો. જોકે, મંગળવારે બજારમાં થોડી રિકવરી જોવા મળી હતી, પરંતુ આજે ફરી તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
આ મોટી કંપનીઓના શેરમાં પણ થયો ઘટાડો
અદાણીના શેરો સિવાય અન્ય ઘટતા શેરોમાં આઈઆરએફસી ૮%, એનએચપીસી ૮%, વોડાફોન–આઈડિયા ૭.૫%, એચએએલ ૭%, આરવીએનએલ ૭%, પાવર ગ્રીડ ૬%, એલઆઈસી ૫.૫%, પેટીએમ ૫%, કોલ ઈન્ડિયા ૪. %, એનગઈસી ૪.૫%, ટાટા પાવર ૪.૫%, આઈઆરસીટીસી ૪%, એનટીપીસી પણ ૫.૫% લપસીને ટ્રેડ થઈ રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech