શેરબજાર લાઈફટાઈમ હાઈ, સેન્સેક્સ 64,000 પર તો નિફ્ટી 19,000ની ટોચે

  • June 28, 2023 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો, SBIના શેરમાં દેખાયો સૌથી વધુ ઉછાળો

મુંબઈ :
ભારતીય શેરબજાર આજે ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (નિફ્ટી 50) એ તેના જૂના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને પાછળ છોડીને નવી ઊંચાઈ હાંસલ કરી છે. નિફ્ટી આજે પ્રી-ઓપનમાં 18,900 ની ઉપર ખુલ્યો હતો અને પ્રી-ઓપનિંગ દરમિયાન સેન્સેક્સ 63,716ની સપાટીએ પહોંચ્યો હતો. અગાઉ, નિફ્ટી 18,887.60 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ પર હતી. 


પ્રી-ઓપનિંગમાં માર્કેટમાં મજબૂતી જોવા મળી હતી. 09:02 ની આસપાસ સેન્સેક્સ 150.86 પોઈન્ટ [0.24 %] વધીને 63,566.89 ના સ્તરે જોવા મળી રહ્યો છે. નિફ્ટી 121.60 પોઈન્ટ [0.65 %] વધારા સાથે 18,939 પર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળી રહ્યા છે. SGX નિફ્ટી 18881 ના સ્તર પર ખુલ્યા બાદ 60 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આજે શરૂઆતના વેપારમાં SGX ફ્યુચર્સ 18,888 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. માર્કેટ રેગ્યુલેટર સેબીની આજે બોર્ડ મિટિંગ છે. આ બેઠક પર બજારની નજર રહેશે.

સેન્સેક્સ પર શરૂઆતી કારોબારમાં SBIના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. એ જ રીતે ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, એચડીએફસી, ઇન્ફોસીસ, ઇન્ડસઇન્ડ બેંક, નેસ્લે ઇન્ડિયા, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. તો શરૂઆતના વેપારમાં NTPC, પાવરગ્રીડ, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકના શેર લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

આ વર્ષે બજારમાં હવે જબરદસ્ત તેજી જોવા મળી છે. આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2 જાન્યુઆરીએ, સેન્સેક્સ 61,167 પર હતો, જે હવે (28 જૂન) 63,716 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તે 4% (2,549 પોઈન્ટ) કરતા વધુ વધ્યો છે. જાણકારોના મતે આ તેજી આગળ પણ ચાલુ રહી શકે છે.

25 જુલાઈ, 1990 ના રોજ, BSE સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારની સપાટીને સ્પર્શ્યો હતો. 1 હજારથી 10 હજાર સુધી આવતા લગભગ 16 વર્ષ (6 ફેબ્રુઆરી 2006) લાગ્યા, પરંતુ 10 હજારથી 60 હજારની સફર માત્ર 15 વર્ષમાં પૂરી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application