ઘણીવાર એવું કહેવાય છે કે જે રીતે આપણે સવારની શરૂઆત કરીએ છીએ આપણો આખો દિવસ તે જ રીતે પસાર થાય છે. સવારે ઉઠ્યા બાદ કેટલીક સારી આદતો અપનાવવાથી મૂડ દિવસભર તાજગીસભર રહે છે. સારું જીવન જીવવા માટે એ જરૂરી છે કે જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો જોઇએ કે જેથી કરીને દિવસભર તણાવમુક્ત રહી શકાય.
ઘણી વખત જ્યારે આપણને પૂરતી ઊંઘ નથી મળતી, ત્યારે આખો દિવસ ચિડાઈ જઈએ છીએ. જેના કારણે આખો દિવસ બગડી જાય છે. આથી તમને ધ્યાન દોરીએ કે જો તમે દરરોજ આ પ્રકારની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો, તો તમારે તમારી જીવનશૈલીમાં બદલાવ લાવવાની સખત આવશ્યકતા છે. જીવનશૈલીમાં બદલાવને કારણે તમે દિવસભર તરોતાજા રહી શકો છો. આ માટે શરીરમાં ઊંર્જા હોવી જોઇએ. જેના માટે તમારે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરવો જરૂરી બની રહે છે.
સ્વસ્થ અને પૌષ્ટિક નાસ્તો
સવારનો નાસ્તો આખા દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. ઘણા લોકો મોડેથી જાગે છે. જેના કારણે તેઓ નાસ્તો છોડી દે છે અને લંચ લે છે. નાસ્તો છોડવો એ સૌથી મોટી ભૂલોમાંની એક છે. સવારની શરૂઆત હંમેશા હેલ્ધી બ્રેકફાસ્ટથી કરો. તમને તેના ફાયદા ચોક્કસ મળશે. દરરોજ સવારે એક જ સમયે નાસ્તો કરવાથી તમારા શરીરમાં ક્યારેય ઉર્જાનો અભાવ નહી રહે. એટલે નાસ્તો કર્યા વગર ક્યારેય ઘરની બહાર ન નીકળો.
સવારે વહેલા ઉઠવાની ટેવ રાખો
જે લોકો મોડે સુધી જાગે છે તેઓ સવારના કરવાની ઘણી મહત્વની બાબતો ચૂકી જાય છે. વાસ્તવમાં, જે લોકો સવારે ઓફિસ જાય છે તે ઘણીવાર મોડી રાત્રે ઊંઘ છે. જેના કારણે તેમને પૂરતી ઊંઘ નથી આવતી અને તેઓ આખો દિવસ થાક અનુભવે છે. તેથી સ્વસ્થ જીવન જીવવા માટે તમારે તમારા ઊંઘવાનો અને જાગવાનો સમય નક્કી કરવો આવશ્યક છે. સવારે વહેલા ઉઠવાથી તમે તમારા બધા કામ સમયસર કરી શકશો અને દિવસભર તાજગી અનુભવશો.
ધ્યાન અને કસરત
તંદુરસ્ત જીવનશૈલી માટે એ સૌથી મહત્વપૂર્ણ છે કે તમે તમારી દિનચર્યામાં ધ્યાન અને કસરતનો સમાવેશ કરો. રાત્રે સૂતા પહેલા ધ્યાન કરો. તેનાથી તમારું મન શાંત થશે અને તમને સારી ઊંઘ પણ આવશે. સવારે ફ્રેશ થયા પછી ઓછામાં ઓછી 15-20 મિનિટ કસરત કરો. ધ્યાન અને કસરત કરવાથી તમારું મન અને શરીર બંને સક્રિય રહેશે. તેનાથી તમારા જીવનમાં તણાવ પણ ઓછો થશે.
ટેક્નોલોજીથી અંતર રાખો
આજકાલ લોકોનું જીવન મોબાઈલ ફોન વગર અધૂરું છે. આપણામાંના મોટાભાગના લોકો સવારે સૌથી પહેલા ફોન ઉપાડે છે. તેની સીધી અસર આપણા મગજ પર પડે છે. સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછા 1 કલાક સુધી કોઈપણ ટેક્નોલોજીનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો. સવારે મોબાઈલ વાપરવાની આદત તમારા મગજને ધીમું કરી શકે છે.
લક્ષ્ય નિર્ધારણ
સવારે ઉઠીને ફ્રેશ થયા પછી આજે તમારે કયું કામ પૂરું કરવાનું છે તેનું આયોજન કરો અને દરરોજ તમારા માટે એક લક્ષ્ય પણ નક્કી કરો. લક્ષ્ય નિર્ધારણ કરીને તમે દિવસભર તમારા લક્ષ્યને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. જેના કારણે તમે તમારો ઓછામાં ઓછો સમય બગાડશો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech