સ્પેનિશની કલાકાર એઆઇ-જનરેટેડ હોલોગ્રામ સાથે કરશે લગ્ન

  • February 15, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હ્યુમન-રોબોટ રીલેશનશીપ પર ઘણી સાયન્સ ફેન્ટસી ફિલ્મો બની છે. પણ હવે આવા સંબંધો પણ વાસ્તવિકતા બનવા જઈ રહ્યા છે. નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં રહેતી સ્પેનિશ મૂળની આર્ટિસ્ટ એલિસિયા ફ્રેમિસ એઆઇ-જનરેટેડ હોલોગ્રામ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. તેનો ભાવિ પતિ હોલોગ્રાફિક ટેક્નોલોજી અને મશીન લર્નિંગ સાથે બનાવવામાં આવેલ ડિજિટલ એન્ટિટી છે.

ફ્રેમિસ એઆઈ-જનરેટેડ ડિજિટલ યુનિટ સાથે લગ્ન કરનાર વિશ્વની પ્રથમ મહિલા બનવા જઈ રહી છે. તેઓએ લગ્ન માટે સ્થળ બુક કરાવ્યું છે. હવે લગ્નના કપડાં ડિઝાઇન થઇ રહ્યા છીએ. ફ્રેમિસના જણાવ્યા અનુસાર, તેના ભાવિ પતિનું નામ એલેક્સ છે. આ હોલોગ્રામ ફ્યુચર હસ્બેન્ડ તેમના અગાઉના પાર્ટનર્સની પ્રોફાઇલની મદદથી બનાવવામાં આવ્યો છે. ફ્રેમિસના લગ્ન કોઈ રોમેન્ટિક વાતર્િ નથી. આ તેણીનો હાઇબ્રિડ કપલ નામનો નવો પ્રોજેક્ટ છે, જેમાં તે એઆઇ સાથે પ્રેમ, આત્મીયતા અને ઓળખની સીમાઓ સાથે પ્રયોગ કરવા માંગે છે.

ફ્રેમિસ કહે છે, હું એક આર્ટીસ્ટીક ડોક્યુમેન્ટ્રી બનાવવા માંગુ છું જેમાં ડ્રોઇંગ્સ, અન્ય મહિલાઓ સાથેના ઇન્ટરવ્યુ, શરીર વિશેના સ્કેચ, રોમેન્ટિક સપ્ના, ઘરેલું પરિસ્થિતિઓ અને મારા જીવનસાથીના રોજિંદા જીવનનો સમાવેશ થાય છે. હું જાણવા માંગુ છું કે હોલોગ્રામને રોજિંદા જીવનમાં કેવી રીતે સામેલ કરવું. ફ્રેમેઈસે ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કયર્િ છે, જેમાં તે તેના હોલોગ્રાફિક પાર્ટનર સાથે જોવા મળી રહી છે.
એલિસિયા ફ્રેમિસ આ આવતા ઉનાળામાં નેધરલેન્ડના રોટરડેમમાં લગ્ન કરશે. અંગત અનુભવને ટાંકીને તે કહે છે, મારી એક મિત્ર વિધવા છે. તેના પતિનું સ્થાન લેવું અન્ય કોઈ વ્યક્તિ માટે ખૂબ મુશ્કેલ છે. એઆઈ-જનરેટેડ હોલોગ્રામ એ લોકો માટે સારો વિકલ્પ હોઈ શકે છે જેમને સાથીદારીની જરૂર હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News