ટીએમસીએ દાતાઓની ઓળખ ન કરી જાહેર : 16 જુલાઈ, 2018 અને 22 મે, 2019 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા પાર્ટીને મળ્યું રૂ. 75 કરોડનું દાન
ગઈકાલે ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ મામલે નવો ડેટા જાહેર કર્યો જેમાં 12 એપ્રિલ 2019 પહેલાના સમયગાળાની વિગતો આપવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસએ 2018-19ના ઈલેક્ટોરલ બોન્ડની માહિતીને લઈને ખૂબ જ વિચિત્ર ખુલાસો કર્યો છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે અજાણ્યા વ્યક્તિઓએ કોલકાતામાં તેમની સંબંધિત ઓફિસમાં સીલબંધ પરબિડીયાઓ મૂકી ગયા હતા. જેના કારણે તેઓ દાન આપનારાઓના નામ અને સરનામા જાણી શક્યા નથી.
ટીએમસીએ દાતાઓની ઓળખ જાહેર કરી નથી જેમણે 16 જુલાઈ, 2018 અને 22 મે, 2019 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા સામૂહિક રીતે આશરે રૂ. 75 કરોડનું યોગદાન આપ્યું હતું. જેડીયુએ પણ ટીએમસી જેવો જ જવાબ આપ્યો છે. ટીએમસીએ 27 મે, 2019ના રોજ ચૂંટણી પંચને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના બોન્ડ તેની ઓફિસને અજ્ઞાત રીતે મોકલવામાં આવ્યા હતા. જે એમને ડ્રોપ બોક્સમાં અથવા ઓફિસમાં મળ્યા છે, જેનાથી ખરીદદારોના નામ અને વિગતોની ખાતરી કરવી તેમના માટે અશક્ય બને છે.
ટીએમસીએ સૂચન કર્યું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા ઈલેક્ટોરલ બોન્ડને તેમને સોંપવામાં આવેલા નંબરનો ઉપયોગ કરીને ઓળખી શકાય. પક્ષે સૂચવ્યું કે એસબીઆઈ, આ બોન્ડના એકમાત્ર જારીકર્તા તરીકે, બોન્ડધારકોની તમામ જરૂરી વિગતો ધરાવે છે, જેમાં તેમના કેવાયસી દસ્તાવેજો, પાન કાર્ડ, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને બેંકની જરૂરિયાતો અનુસાર અન્ય દસ્તાવેજો પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech