સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ગેમ ટ્રેન્ડમાં છે. લોકો વિવિધ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગેમ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. દરેક વ્યક્તિ આ ગેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર આ ગેમનો વીડિયો પણ જોઈ શકાય છે. આ ગેમની સારી વાત એ છે કે બાળકોથી લઈને દરેક ઉંમરના લોકો તેને રમતા જોવા મળે છે. આ ગેમનું નામ છે ‘પાનીમે છપાક સે ગીરી મછલી', ચાલો તમને જણાવીએ કે આ ગેમ કેવી રીતે રમવી.
આ ગેમ રમવા માટે તમારી પાસે ૪-૫ લોકો હોવા જોઈએ. જો તેનાથી વધુ હોય, તો પણ વધુ સારું. આ રમતમાં તમારે પહેલા કહેવું પડશે, 'એક મછલી', આ પછી બીજા વ્યક્તિએ 'પાની મેં ગયી' એમ કહેવું પડશે. આ બાદ ત્રીજો વ્યક્તિ બોલશે છાપાક. બીજો રાઉન્ડ શરૂ થતાં આ બધા વાક્યો કે શબ્દો બે વાર બોલવાના રહેશે. દાખલા તરીકે.....'દો મછલી, પાની મેં ગયી, પાની મેં ગયી, છપાક, છપાક. ત્રીજી વાર બધું ૩ વાર બોલવાનું રહેશે. આમ સંખ્યા વધતી રહેવી જોઈએ. જે ભૂલી જાય અને વાક્યની લિંક તોડે છે તે આઉટ થઈ જાય છે.
જો કે તમે આ ગેમને વીડિયોમાં વધુ સારી રીતે સમજી શકો છો. તો તમારે પણ આ ગેમ ટ્રાય કરવી જોઈએ અને દરેક સાથે રમવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech