ગોંડલ તાલુકાના મોવૈયા ગામે એક પખવાડિયા પૂર્વે સાધુના વેશમાં આવેલા શખ્સોએ વૃદ્ધ કારખાના ને બચે તેરા કલ્યાણ ઓછાએ તેમ કહી તેમજ તારા દુ:ખ દર્દ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે તેમ કહી લોભામણી લાલચ આપી પિયા ૨.૨૦ લાખની સોનાની માળા ઓળવી જનાર બેલડીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ તેની પાસેથી કાર સહિત . ૨.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.આરોપીની પુછતાછ કરતા સાધુ વેશ ધારણ કરી આ પ્રકારે તેમણે સૌરાષ્ટ્ર્રમાં ચાર છેતરપિંડી કરી હોવાની કબુલાત આપી હતી.
તાલુકા પોલીસે ઝડપી લઇ મુદામાંલ તેમજ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે. વધુ વિગત મુજબ મોવિયા ગામે ભાલાળા શેરીમાં રહેતા કાંતિભાઈ કુસાભાઈ ભાલાળા નામના વૃદ્ધ વેપારી ગત તારીખ ૨ ૧૧ ના રોજ બપોરના સમારે પોતાની વાડીએથી ગામ તરફ એકટીવા લઈને આવી રહ્યા હતા. ત્યારે કારે સાઈડ કાપી કાંતિભાઈ ભાલાળાને કારના ચાલકે કહેલ કે બાપુ દિગંબર અઘોરી ગિરનારી છે શિવરાત્રી ના મેળામાં પોતે લંગોટ થી ગાડી ખેંચે છે પોતે મહાત્મા છે જેના દર્શન
કરવા તે એક લાવો છે એમ વાત કરતા કાંતિભાઈ ભાલાળા મોટરસાયકલ માંથી નીચે ઉતરી મહાત્મા ના દર્શન કરેલ ત્યારે ભભૂતિ ચોપડેલ સાધુએ કહેલ કે બચ્ચે તેરા કલ્યાણ હો જાય આથી કાંતિભાઈએ .૨૦ ની નોટ આપતા સાધુએ દ્રાક્ષનો પાળો વાળી નોટ પરત આપી હતી તાં કલ્યાણ થઇ જશે બાપુ દિવ્ય દર્શન ભાગ્યે જ કોઈને આપે છે તેમ કહી સાધુએ મને કહેલ કે માળા પાછી આપીશ અને તારા દુ:ખ દર્દ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે તેમ કહી માળા લઈ નાસી ગયા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી દરમિયાન એએસઆઈ રવિદેવભાઈ બારડ, રોહિતભાઈ બકોત્રા, વકારભાઈ આરબ અને કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમારને મળેલી બાતમીના આધારે આ ગુનામાં નેનુંનાથ ઉર્ફે મુન્નાનાથ જવરનાથ સોલંકી (રહે સરશાણા થાન.તા. સુરેન્દ્રનગર) અને સૂરજનાથ જવરનાથ સોલંકી (રહે ભોજપરા તા. વાંકાનેર) ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી કાર સોનાની દ્રાક્ષની માળા રોકડ પિયા ૫૦૦૦ અને મોબાઈલ ફોન સહિત કુલ પિયા ૨.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ બેલડી સાધુનો વેશ ધારણ કરી સા થઈ જશે તેવી વાતો કરી આ પ્રકારે કિંમતી મત્તા સેરવી લેતી હતી. બેલડીએ મોવિયાના આ ગુના ઉપરાંત સુલતાનપુર પાસે દેવડા ગામમાં અને અમરેલીના ચરખા, બાબરા વગેરે સ્થળોએ આ રીતે વિશ્વાસમાં લઈ દાગીના તથા રોકડ પિયા લઈ લીધા હોવાનું માલુમ પડું છે. આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech