“રાષ્ટ્રીય દિકરી દિવસ" સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે આમરા માધ્યમિક શાળામાં સૂત્રલેખન અને ચિત્ર સ્પર્ધા સ્પર્ધા યોજાઈ.

  • January 22, 2023 12:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા “બેટી બચાઓ,બેટી પઢાઓ." યોજના અંતર્ગત તા.૧૮/૦૧/૨૦૨૩ થી તા.૨૪/૦૧/૨૦૨૩ દરમ્યાન રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 

જેના ભાગરૂપે જામનગર તાલુકાના આમરા ગામે આવેલ આમરા માધ્યમિક શાળા" માં "બેટી બચાઓ,બેટી પઢાઓ” વિષય પર ચિત્રસ્પર્ધા અને સૂત્રલેખનસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી તમામ સાહિત્ય મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પૂરાં પાડવામાં આવેલ હતાં.તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. બાદમાં વિદ્યાર્થીઓને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાલક્ષી યોજનાની માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. 

 
 આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગરમાંથી મહિલા કલ્યાણ અધિકારી રૂકસાદબેન ગજણ, સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર સંચાલક નિહારીકાબેન પીપરોતર, શાળાના આચાર્ય તથા શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application