કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે તાજેતરમાં યોજાયું "શિક્ષણ વિમર્શ"કાર્યક્ર્મ

  • January 15, 2025 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતી કેળવણી પરિષદ અમદાવાદ અને જામનગર કેન્દ્ર નાં સયુંકત ઉપક્રમે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર નાં સહયોગથી એકદિવસીય "શિક્ષણ વિમર્શ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં જામનગર શહેર જિલ્લાના ૨૫૦ થી વધારે શિક્ષકો હાજર રહ્યાં હતાં.


બાળ વાર્તા દ્વારા શિક્ષણ વિષયે ગીરા બેન ભટ્ટ મારી શાળાને મેં ઉત્તમ કેવી રીતે બનાવી એ વિષયે મહિપાલ સિંહ જેતાવત 
તથા માણસાઈ ની કેળવણી વિષયે મનસુખભાઈ સલ્લા એ મનનીય પ્રવચન આપ્યાં હતાં.



કાર્યક્રમ નાં પ્રારંભ માં વિકાસ ગૃહ નાં પ્રમુખ કરશનભાઈ ડાંગર એ સૌ નું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સૌ વક્તાઓ નું સૂત્ર માળા અને ખેસ થી સન્માન કર્યું હતું.



કાર્યક્રમ નું સંચાલન સંયોજક  દર્શન બેન પટેલ અને પાર્થ પંડ્યા એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા. પ્રભુ ભાઈ ચાંદ્રા,  આશર સાહેબ, ડૉ ભંડેરી,  કાનાણી સાહેબ,   વાદી સાહેબ,  વસોયા સાહેબ,  દિલીપ ભાઈ વ્યાસ દ્વારા જેહમત ઉઠાવા માં આવી હતી.


​​​​​​​






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application