રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને અયોધ્યામાં રામલલાના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ અંગે શરદ પવારે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો. પત્ર દ્વારા શરદ પવારે તેમને કહ્યું કે, 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ તેઓ સમય કાઢી આરામથી દર્શન કરવા માટે આવશે. સાથે જ લખવામાં આવ્યું હતું કે ત્યાં સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ જશે.
સ્વાભાવિક છે કે 22 જાન્યુઆરીના વિશાળ પાયે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અયોધ્યાના રામમંદિર પર ખાસ આમંત્રિત મહેમાનો અને રામ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડવાનું છે. ત્યારે શરદ પવાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ સમય કાઢી અને આરામથી ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા જશે તેમ પત્રમાં જણાવ્યું હતું. એટલે સ્પષ્ટ છે કે તેઓ 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહી થાય. એટલું જ નહી પત્રમાં તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ સમય કાઢીને દર્શન કરવા જશે ત્યાં સુધીમાં મંદિરના નિર્માણનું કામ પણ પૂર્ણ થઇ ગયું હશે. આમ કહી એક પ્રકારે તેમણે અધૂરી નિર્માણ કામગીરી સાથે આ મહોત્સવ યોજવા અંગેનો એક પ્રકારે હળવો ચાબખો માર્યો છે.
એનસીપી પ્રમુખે તેમને મળેલા નિમંત્રણ બાદ પત્ર લખ્યો છે. તે પત્ર દ્રારા કહ્યું કે, રામભક્તો અયોધ્યામાં યોજાનાર સમારોહને લઈને ઉત્સુક છે અને તેઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. પવાર કહે છે કે, તેમના દ્વારા જ આ ઐતિહાસિક ઘટનાનો આનંદ તેમને પહોંચશે. આ સમારોહ બાદ તેઓ અયોધ્યા આવશે અને મુલાકાત લેશે. મહત્વનું છે કે જયાં અન્ય રાજકીય પક્ષો અને કદાવર નેતાઓ સ્પષ્ટપણે રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણને ઠુકરાવી રહ્યા છે. ત્યા શરદ પવારે ચતુરાઇપૂર્વક જવાબ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન પ્રસંગે શહેર-જિલ્લામાં હવે ફટકડા નહીં ફોડી શકાય
May 10, 2025 04:09 PMતળાજા : પીથલપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદના પગલે ગોઠણસમા ભરાયા પાણી
May 10, 2025 04:08 PMભાવનગરમાં સતત માવઠાના મારથી હજારો ટન મીઠુ ધોવાયું
May 10, 2025 04:07 PMખેડૂતવાસના યુવાનની હત્યામાં ઝડપાયેલા શખ્સોને સાથે રાખી પોલીસે કરાવ્યું રીક્ધટ્રકશન
May 10, 2025 04:01 PMકણકોટમાં બેટરીનું અંજવાળું કરી જુગાર રમી રહેલા ત્રણ ઝડપાયા
May 10, 2025 03:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech