શાહરૂખ ખાનનું પત્તું કપાયું, હવે બોલિવૂડનો 'બાજીરાવ' સંભાળશે 'ડોન 3'ની કમાન

  • May 20, 2023 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન બાદ હવે એવું લાગી રહ્યું છે કે બોલિવૂડને નવો ડોન મળવાનો છે. જી હા, લાંબી રાહ જોયા બાદ ફિલ્મ પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ પુષ્ટિ કરી છે કે એક્શન-થ્રિલર ફિલ્મ 'ડોન'નો ત્રીજો ભાગ આવવાનો છે. જો કે આ ફિલ્મમાં શાહરૂખને બદલે કોઈ અન્ય લીડ રોલમાં જોવા મળશે. હા, રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહ બોલિવૂડનો નવો ડોન બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોન 3 માટે રણવીર સિંહનું નામ ફાઈનલ થઈ ગયું છે.


શાહરૂખ ખાન ડોન 3 છોડવાના સમાચાર પછી ઘણા કલાકારોના નામની ચર્ચા થઈ રહી હતી, પરંતુ હવે માનવામાં આવે છે કે રણવીર સિંહનું નામ ફાઈનલ થઈ ગયું છે. પ્રોડ્યુસર રિતેશ સિધવાની અને ડોન સિરીઝના ડિરેક્ટર ફરહાન અખ્તર હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે શાહરૂખ તેની ફિલ્મ જવાન ઔર ડંકીમાં વ્યસ્ત છે, તેથી તેણે ફિલ્મ છોડી દીધી છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખને ડોન 3નો કોન્સેપ્ટ પસંદ નથી આવ્યો. સમાચાર મુજબ, આ ફિલ્મમાં અમિતાભ અને શાહરૂખને કાસ્ટ કરવાની યોજના હતી, બંને એકસાથે નવા ડોનને રજૂ કરશે પરંતુ એવું થઈ શક્યું નહીં અને હવે શાહરૂખ પણ ફિલ્મમાં જોવા નહીં મળે.


અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'ડોન' વર્ષ 1978માં સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આ પછી વર્ષ 2006માં શાહરૂખ ખાન સાથે આ ફિલ્મની રિમેક લાવવામાં આવી હતી. શાહરૂખની ફિલ્મનો બીજો ભાગ 2011માં આવ્યો હતો અને હવે ફરહાન અખ્તરના નિર્દેશનમાં ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાની તૈયારી ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ ફિલ્મનો પ્રમોશનલ વીડિયો પણ લોન્ચ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application