શબનીમ ઈસ્માઈલે સૌથી ઝડપી બોલ ફેંકીને મહિલા ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો

  • March 06, 2024 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં ડબલ્યુપીએલ 2024માં રમી રહેલી દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલરે 130 કિમી પ્રતિ કલાકની બોલિંગ સ્પીડ પાર કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી



દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનીમ ઈસ્માઈલે મહિલા ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. બોલિંગ કરતી વખતે 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ પાર કરનાર તે પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. ઈસ્માઈલે મંગળવારે દિલ્હીમાં આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.


ક્રિકેટના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે, જેણે વર્લ્ડકપ 2003માં ઈંગ્લેન્ડ સામે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. પરંતુ હવે મહિલા ક્રિકેટમાં શોએબ અખ્તર જેવો બોલર જોવા મળી રહ્યો છે. હાલમાં ડબલ્યુપીએલ 2024માં રમી રહેલી સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર શબનીમ ઈસ્માઈલે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો છે. શબનીમની આ સિદ્ધિ જોઈને તેને મહિલા ક્રિકેટનો 'શોએબ અખ્તર' કહી શકાય છે.


શબનીમ ડબલ્યુપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. ટુર્નામેન્ટની 12મી મેચમાં તેણે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો, જેની ઝડપ 132.1 કિમી પ્રતિ કલાક હતી. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં શબનીમે આ બોલ મેગ લેનિંગને ફેંક્યો હતો. મેગ લેનિંગ દિલ્હીની કેપ્ટન છે. મુંબઈના બોલરે ઈનિંગની ત્રીજી ઓવરનો બીજો બોલ 132.1 કિમી પ્રતિ કલાકની વિક્રમી ઝડપે ફેંક્યો હતો.
​​​​​​​

શબનીમ ઈસ્માઈલ સાઉથ આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટ રમે છે. 35 વર્ષીય શબનીમ અત્યાર સુધીમાં 1 ટેસ્ટ, 127 ઓડીઆઈ અને 113 ટી 20આઈ મેચ રમી ચૂકી છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 3, ઓડીઆઈમાં 191 અને ટી20આઈમાં 123 વિકેટ ઝડપી છે.


સૌથી ઝડપી ફેંકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે


પુરૂષ ક્રિકેટમાં કોઈપણ ફોર્મેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે. અખ્તરે 2003ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ન્યૂલેન્ડ્સ, દક્ષિણ આફ્રિકામાં રમાયેલી મેચમાં 100.23 એમપીએચ (161.3 કિમી પ્રતિ કલાક )ની ઝડપે બોલ ફેંક્યો હતો, જે હજુ પણ ક્રિકેટ ઇતિહાસમાં નોંધાયેલો સૌથી ઝડપી બોલ છે. તેણે આ બોલ ઈંગ્લેન્ડના બેટ્સમેન નિક નાઈટને ફેંક્યો હતો. લિયાના બ્રેટ લી અને શોન ટેટ અખ્તરના રેકોર્ડની થોડી નજીક આવ્યા, પરંતુ તેને તોડવામાં નિષ્ફળ ગયા. શોએબ ઉપરાંત બ્રેટ લી અને ટાઈટ એવા લોકોમાં સામેલ છે જેઓ 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application