77- જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે
જામનગર તા.05 મે, લોકસભા સામાન્ય ચુંટણી- 2024 અન્વયે આગામી તારીખ 07/05/2024 ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે 77- જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સિનીયર સીટીઝન/ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે મદદનીશ ચુંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, જામનગર ગ્રામ્ય દ્વારા હેલ્પ લાઈન વોટ્સેપ નંબર 9409421703 જાહેર કરવામાં આવ્યો છે.
ઉકત હેલ્પ લાઈન નંબર પર મતદારશ્રીએ પોતાનું લોકેશન તથા બુથ નંબર અંગેની માહિતી વોટ્સેપ એપ્લિકેશન દ્વારા જાણ કરવાની રહેશે.
આ સેવા હેઠળ ફક્ત સિનીયર સીટીઝન અને દિવ્યાંગ મતદારોને તેમના સંબંધિત મતદાન મથક સુધી પીકઅપ તથા ડ્રોપની સુવિધા પુરી પાડવામાં આવશે. તેમ મદદનીશ ચુંટણી અધિકારીશ્રી, 12- જામનગર સંસદીય મતવિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી, જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને સત્તામંડળોમાં માળખાકીય વિકાસ માટે રૂ.1000 કરોડની ફાળવણી
December 30, 2024 09:04 PMસુરતમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડી, એક યુવાનનું મોત
December 30, 2024 08:52 PMવિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ પદના રસાકસીભર્યા જંગમાં ગોરધનભાઈ પટેલનો ભવ્ય વિજય
December 30, 2024 07:03 PMદેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક અને રાહુલ ગાંધી પાર્ટીની ઉજવણી કરવા વિયેતનામ ગયા: ભાજપ
December 30, 2024 06:46 PMગુજરાતના 13 જિલ્લામાં 222 વરૂ, સૌથી વધુ ભાવનગરમાં, રક્ષણ માટે નકશાપોથી તૈયાર કરાઈ
December 30, 2024 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech