મહાપાલિકાના આવાસોમાં લાભાર્થીને બદલે ભાડુઆતો મળી આવતા ઓન ધ સ્પોટ સીલ

  • February 08, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાય સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખરા અર્થમાં ઘરવિહોણા હોય તેવા ગરીબોને ઘરનું ઘર આપવા માટે આવાસ યોજનાઓ નિર્માણ કરવામાં આવી રહી છે દરમિયાન આ આવાસ યોજનામાં યેન કેન પ્રકારે આવાસ મેળવી લઇને તેમાં રહેવા જવાને બદલે પોતાની પાસે માલિકીનું મકાન હોય તેમાં પોતે રહે અને ડ્રોમાં મળેલું આવાસ અન્યને ભાડે આપીને તેમાંથી કમાણી કરે તેવો ખેલ ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં આવાસ યોજના શાખાને આ અંગેની ફરિયાદો તેમજ બાતમી મળતા ચેકિંગ શ કયુ હતું અને આવાસ યોજનામાં મૂળ લાભાર્થીના બદલે ભાડુઆતો રહેતા હોવાનું સ્પષ્ટ્ર થતા ઓન ધ સ્પોટ આવાસો સીલ કર્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખાના નવનિયુકત મેનેજર સૂર્યપ્રતાપ સિંહએ જણાવ્યું હતું કે, વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી ઉધમસિંહ ટાઉનશીપ –કુવાડવા રોડ તથા ક્રિષ્ના ટાઉનશીપ–મવડી–કણકોટ રોડ પર આવેલ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાની ફિલ્ડ ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું, જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા ઉધમસિંહ ટાઉનશીપ–કુવાડવા રોડમાં ચાર આવાસો અને ક્રિષ્ના ટાઉનશીપ–મવડી–કણકોટ રોડ ઉપર એક સહિત કુલ પાંચ આવાસો સીલ કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application