બોર્ડની પરીક્ષાથી બીક લાગે છે? તો ૮૯૮૦૯ ૯૦૮૯૭ ઉપર ફોન કરી માર્ગદર્શન મેળવો

  • March 13, 2023 10:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌ.યુનિ. મનોવિજ્ઞાન ભવન દ્રારા બોર્ડના વિધાર્થીઓને મુંજવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન અપાશે



બોર્ડના વિધાર્થીઓ જીવન અમૂલ્ય છે માટે તમારી સમસ્યાઓ અમને કહી શકો છો. અમે તમારી સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરીશું. મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી બોર્ડના વિધાર્થીઓ કે વાલીઓને મનોવૈજ્ઞાનિક સમસ્યાના ઉકેલ માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપકો યોગેશ જોગરાણા ૮૯૮૦૯ ૯૦૮૯૭, ડો.ધારા દોશી ૮૫૭૪૨ ૭૯૧૦૧, ડો.હસમુખ ચાવડા ૯૫૩૭૦ ૬૩૩૨૫એ પોતાના નંબર પર ફોન કરી વાત કરવા જણાવ્યું હતું. ૫૪ શાળાઓમાં અધ્યાપકોએ વ્યાખ્યાન આપ્યું હતું. અને ૧૮ શાળાઓમાં વિધાર્થીઓને માર્ગદર્શન આપેલ તેમના આધારે બોર્ડના વિધાર્થીઓની સમસ્યા આવેલ હતી.





વિધાર્થીઓએ મુંઝવતા પ્રશ્નો પૂછયા હતા જેમ કે તેમને માતા–પિતાનું ખુબજ દબાણ, આડોસપાડોસની જાણે ચાંપતી નજર હોય એવું લાગવું, ડ્રોપ લેવો છે પણ લેવા દેતાં નથી, નોકરી નથી તો ભણીને શું કરવું? તેમજ સમય નથી મળતો પુરી તૈયારી કરવાનો, સોશિયલ મીડિયામાં નજર નહીં નાખું તો હું એકલી પડી જઈશ. આ ઉપરાંત મોબાઈલ, ટીવી, ફિલ્મ, સોશિયલ મીડિયા, દોસ્તો, વીડિયો આ બધાને કારણે વિધાર્થીઓને ભણવામાં સૌથી વધુ મુશ્કેલીઓ થાય છે, ઉપરથી માતા–પિતા તરફથી સતત દબાણ અને અન્ય સાથેની સરખામણી, યુવાવસ્થાની શારીરિક ફેરફારની સમસ્યાઓ, માતા–પિતાની ઈચ્છાઓનો બોજ, વાંચેલું યાદ રહેતું નથી, ગણિત વિજ્ઞાન સહુથી વધુ અઘરા વિષય લાગે છે તેમાં સારા માર્કસ નહીં આવે તો આગળ એડમિશનમાં સમસ્યા થશે, સાયન્સ પ્રવાહ પસદં તો કર્યેા પણ સમજમાં નથી આવતું, અભિવ્યકત કરવામાં તકલીફ પડે છે, લખવામાં સ્પીડ ઓછી છે, માતા–પિતાની બીક લાગે છે, મોબાઈલ વગર બેચેની થાય છે, ઉંઘમાં સમસ્યા ઉપરાંત બે વિષયો ભેગા થઈ જાય, આત્મવિશ્ર્વાદનો અભાવ, અતિશય સ્પર્ધાનો અનુભવ, અંગ્રેજીમાં કંઈજ ખબર નથી પડતી, સારા માર્કસ નહીં આવે અને મારા સપનાં તુટી જશે તો?? વ્યસનની આદતવાળા મિત્રોને છોડી ન શકવાની સમસ્યા વગેરે જેવા પ્રશ્નો મનોવિજ્ઞાન ભવન ખાતે ધો.૧૦ અને ૧૨ના વિધાર્થીઓ દ્રારા પૂછવામાં આવ્યા હતા જેનું અધ્યાપકો દ્રારા સચોટ અને પરિક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application