સૌરાષ્ટ્ર યુનિ.માં કરાર આધારિત અધ્યાપકોની નિમણુક ન થતાં હવે વિઝિટિંગથી શૈક્ષણિક કાર્ય શરૂ, દોઢ માસનો પગાર પણ ન ચૂકવતાં રોષ

  • June 20, 2023 08:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તંત્ર જાણે હવે ખાડે ગયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. વિદ્યાનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયમ કોઈને કોઈ વિવાદોમાં સપડાયેલી રહે છે. જાણે કે આ કોઈ વિદ્યાનું ધામ નહીં પરંતુ રાજકીય અખાડો હોય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. નવું સત્ર ચાલુ થઈ ગયું હોવા છતાં હજુ સુધી કરારી અધ્યાપકોની નિમણુક ન કરવામાં આવતા વિદ્યાર્થીઓને આખરે ભણાવશે કોણ ? તે સવાલ ઉદભવી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અણધડ વહીવટને લઇને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે.



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા સત્રની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કરાર આધારિત અધ્યાપકોની ભરતી ન થતાં હાલ તો વિઝિટિંગથી વિદ્યાર્થીઓને ભણતર પૂરું પાડવામાં આવશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતથી 50 ટકા અધ્યાપકોની સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગઅલગ ભવનોમાં 11 મહિનાના કરાર આધારિત 60 જેટલા અધ્યાપકોનો કરાર ગત તા.15મેના રોજ જ પૂર્ણ થઈ ગયો હતો. સાથે જ આ અધ્યાપકોને દોઢ મહિનાનો પગાર પણ ચૂકવવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ નવા સત્ર માટે નવી ભરતી માટેના ઇન્ટરવ્યૂ પણ ગોઠવવામાં ન આવ્યા. નવા કરાર આધારિત અધ્યાપકોની નિમણુક માટેની સરકારની મંજૂરી ન મળી હોવાનો ઉડાવ જવાબ કુલપતિ ડો.ગીરીશ ભીમાણી દ્વારા આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application