સાડી, ઘરેણાં અને લીંબૂની માળા, 'પુષ્પા'માં અલ્લુ અર્જુનનો આ વળી કેવો લૂક ?

  • April 08, 2023 12:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથ સિનેમાના સુપરસ્ટાર્સ તેમની નવી ફિલ્મ પુષ્પાઃ ધ રૂલમાં વ્યસ્ત છે. ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.હવે અલ્લુ અર્જુને તેના જન્મદિવસ પહેલા ચાહકોને એક ખાસ ભેટ આપી છે. તેણે ફિલ્મ પુષ્પા 2નું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે ખૂબ જ ખતરનાક લુકમાં જોવા મળી રહ્યો છે. તેનો લુક ચર્ચાનો વિષય બન્યો છે.

અલ્લુ અર્જુને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સને 'પુષ્પાઃ ધ રૂલ'ના પોસ્ટરની ઝલક બતાવી છે, પોસ્ટરમાં જોઈ શકાય છે કે અલ્લુ અર્જુન દક્ષિણ ભારતીય સાડીમાં જોવા મળી રહ્યો છે. તેના ગળામાં લીંબુની માળા છે. અભિનેતા બંગડીઓ, વીંટી અને ઘણા નેકલેસ પહેરેલા જોવા મળે છે. અલ્લુએ કમર પર બેલ્ટ પણ પહેર્યો છે, જે મહિલાઓ પરંપરાગત કપડાં સાથે પહેરે છે.

પોસ્ટરમાં અલ્લુ અર્જુનના મલ્ટીકલર્ડ મેક-અપે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કપાળ પર એક ટપકુંખાસ ચાંદલો કરવામાં આવ્યો છે, હાથમાં બંદૂક પકડેલા અલ્લુ અર્જુનનો આ લુક ખૂબ જ ડરામણો છે. 'પુષ્પાઃ ધ રૂલ'નું આ પોસ્ટર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે અને કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મેકર્સે અલ્લુ અર્જુનના જન્મદિવસના એક દિવસ પહેલા 'પુષ્પા 2'નો એક વીડિયો પણ રિલીઝ કર્યો છે, જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application