રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરરોજ બંને તરફથી અનેક લોકો માર્યા જાય છે. હવે વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, યુક્રેનના 65 યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ થયું છે. જે રશિયન મિલિટરી પ્લેન ક્રેશ થયું છે તેનું નામ ઇલ્યુશિન II-76 છે. તે યુક્રેનની સરહદે આવેલા વિસ્તાર બેલગોરોડમાં ક્રેશ થયું હતું.
પ્લેન ક્રેશ અંગેની માહિતી રશિયાની સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. એઆરઆઈએ રશિયન સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે આ યુક્રેનિયન યુદ્ધ કેદીઓને કેદીઓના વિનિમય કરાર હેઠળ યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા. દુર્ઘટના સમયે વિમાનમાં યુદ્ધ કેદીઓ સિવાય છ ક્રૂ મેમ્બર્સ અને અન્ય ત્રણ લોકો પણ સવાર હતા.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે હાલમાં આ અંગે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે ક્રેમલિનને અકસ્માતની જાણ હતી પરંતુ તે અંગે વધુ ચર્ચા કરી શકે તેમ નથી. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ લોકોના મોત થયા છે. જો કે રશિયન સરકાર દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech