દોડો...દોડો... ૫૦ લાખ સુધીની સ્કોલરશીપ માટે બે દિવસ બાકી

  • February 10, 2023 12:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકપ્રિય સ્કુલ અને મિડીયા પાર્ટનર આજકાલ સાંઘ્ય દૈનિક દ્વારા અધધ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ : સ્કુલોની તોતીંગ ફી સામે વાલીઓને રાહત મળે તેવા શુભ આશય સાથેનું સુચારૂ આયોજન : જુજ સીટો બાકી છે માટે છેલ્લી તક ચુકતા નહીં



જામનગરની લોકપ્રીય સ્કુલ અને મિડીયા પાર્ટનર આજકાલ દ્વારા આયોજીત રૂ. ૫૦ લાખ સુધીની સ્કોલરશીપ માટે વિધાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે એટલે કે આ સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે પડાપડી જોવા મળી રહી છે, ૫૦ લાખ સુધીની અધધ સ્કોલરશીપ આપવા પાછળનો આયોજકોનો હેતુ માત્ર વાલીઓને રાહત મળે તેવો છે માટે આ સ્કોલરશીપ મેળવવા હવે છેલ્લી તક આવીને ઉભી છે માત્ર બે દિવસ બાકી છે એટલે ફોર્મ ભરવાનું ચુકતા નહીં અને આવેલી તકને વધાવી લેવા માટે દોડો... રાહ કોની જુઓ છો.


જામનગરની લોકપ્રીય પ્રેસિડેન્ડ ઇન્ટરનેશલ સ્કુલ દ્વારા જામનગરના નંબર-૧ સાંઘ્ય દૈનિક આજકાલ આયોજીત ૨૦૨૩-૨૫ના વર્ષ માટે સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમા વિધાર્થીઓને ૫૦ લાખ સુધીની સ્કોલરશીપ મળી શકશે, આજના દોરમાં જુદી જુદી સ્કુલોમાં ફી વધવાથી વાલીઓ પરેશાન છે ત્યારે વાલીઓની આ પરેશાની દુર કરવાના હેતુથી સ્કોલરશીપ ટેસ્ટનું અનેરૂ આયોજન કરાયું છે.


આ સ્કોલરશીપ ટેસ્ટ માટે સાત દિવસની અંદર નોંધણી કરાવવાની રહેશે, વધુ વિગતો જણાવતા સંસ્થાના ડાયરેકટર વિરલભાઇ જૈનએ જણાવ્યુ હતું કે કોઇપણ બાળક જે સીબીએસસી, આઇસીએસસી અને જીએસબીઆઇ બોર્ડમાં ભણતું હોય અને તમે તમારા બાળકોની વધતી સ્કુલ ફી થી માફ કરવા ઇચ્છે છે તો જરૂરથી લોકપ્રીય સ્કુલની સ્કોલરશીપ ટેસ્ટમાં ભાગ લઇને સ્કોલરશીપના લાભ લેવાની તક છે.


લોકપ્રિય ફાઉન્ડેશન શૈક્ષણીક ક્ષેત્રે  ગુણવતાયુકત અને વિધાર્થીઓને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસમાં બાળકો શનિવાર અને રવિવારે શાળા દ્વારા આયોજીત પાત્રતા કસોટી માટે હાજર રહેવુ પડશે, શિષ્યવૃતી યોગ્યતાના ધોરણને પુર્ણ કર્યા પછી બાળક શાળામાં નોંધાયેલ હોય તે મુજબ રહેશે. આ માટેની અરજી પ્રક્રિયા મોબાઇલથી વહોટસએપ પરથી ૯૦૯૯૩૩૩૪૪૦માં હાઇ લખીને નોંધણી કરવાનુ રહેશે, એમા અંતિમ નિર્ણય શાળા મેનેજમેન્ટનો રહેશે, શાળાનું રસનામું પ્લોટ નં. ૧, ન્યુ જામનગર સ્વામીનારાયણ મંદિર સામે, એરપોર્ટ રોડ, જામનગર છે, અને પરીક્ષાની તા. ૧૧ અને ૧૨મી ફ્રેબુઆરી ૨૦૨૩થી શરૂ થશે અને કસોટીનો સમયગાળો ૧ કલાક, સ્થળ લોકપ્રીય શાળા, કેમ્પસ વિષયોમા, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાનો સમાવેશ થાય છે, વધુ માહિતી માટે ૯૯૨૬૯૫૪૭૪૧ નં. ઉપર સંપર્ક કરી શકાશે.


૫૦ લાખ સુધીની સ્કોલરશીપ યોજના બાળકોને મળી શકે તે માટે આ સુચારૂ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે અને અત્યાર સુધી વાલીઓ, વિધાર્થીઓએ ભારે ઉત્સાહ બતાવ્યો છે જેના કારણે હવે જુજ સીટો જ બાકી રહી છે, માટે આવેલી તકનો લાભ લેવા માટે ફોર્મ ભરવા બે દિવસ રહ્યા હોય આથી ઝડપથી લાખોની સ્કોલરશીપ મેળવવા ફોર્મ ભરો જેથી કરીને આપના બાળકોને આ મેગા સ્કોલરશીપનો લાભ મળી શકે અંતીમ તક છે, જુજ ટીકીટો છે અને સૌથી મહત્વની વાત એ છે કે સૌથી મોટી અધધ કહી શકાય તેવી સ્કોલરશીપ છે માટે કલાકોની પણ રાહ જોયા વીના સ્કોલરશીપ ફોર્મ ભરીને નિશ્ર્ચિત બનો.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application