'ઓસ્કર 2023'માં RRR ટીમને ફ્રી એન્ટ્રી ન મળી, સામેલ થવા માટે રાજામૌલીએ ચૂકવી હતી આટલી મોટી રકમ

  • March 20, 2023 06:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

95મો એકેડેમી એવોર્ડ ભારત માટે ઐતિહાસિક હતો. આ વખતે ભારતે 'ઓસ્કાર'માં બે એવોર્ડ જીત્યા. 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો હતો. આ ક્ષણનો ભાગ બનવા માટે માત્ર સંગીતકારો-લેખકો જ નહીં, પરંતુ આખી 'RRR' ટીમ એવોર્ડ સમારોહમાં પહોંચી હતી.


'RRR' ગીત 'નાટુ નાટુ'ના સંગીતકાર એમએમ કીરવાની, તેના લેખક ચંદ્ર બોઝ, ગાયકો કલ ભૈરવ-રાહુલ સિપલીગંજ, એસએસ રાજામૌલી, રામ ચરણ અને 'એવોર્ડ 2023'માં જુનિયર એનટીઆર પત્નીઓ સાથે પહોંચ્યા હતા. અહેવાલ મુજબ, 'ઓસ્કર 2023'માં ચંદ્રબોઝ, એમએમ કીરાવાણી અને તેમની પત્નીઓ માટે જ માત્ર સીટ ફ્રી હતી, બાકીની ટીમ માટે, એસએસ રાજામૌલીએ તગડી રકમ ચૂકવીને એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી.


એવું કહેવામાં આવી રહ્યું છે કે એસએસ રાજામૌલી 'RRR'ની ટીમ સાથે આ જાદુઈ ક્ષણને પોતાની આંખોથી જોવા માંગતા હતા. આ માટે રાજામૌલીએ તમામ ટીમોની ટિકિટ દીઠ 20 લાખ રૂપિયા ખર્ચ્યા. તે પછી, તમામ ટીમ સમારોહમાં હાજર રહીને ઓસ્કાર એવોર્ડમાં ઐતિહાસિક જીત જોઈ શકી હતી.

'ઓસ્કર 2023' ઈવેન્ટમાં 'RRR'ના ડાયરેક્ટર એસએસ રાજામૌલી અને તેમની ટીમને છેલ્લી સીટ આપવા બદલ લોકો મેનેજમેન્ટથી ખૂબ નારાજ થયા હતા. લોકોએ તેને 'RRR'ની ટીમનું અપમાન ગણાવ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application