ઇરફાન ખાન અને નવાઝુદ્દીન વચ્ચે એક યુવતીને કારણે પડી હતી અનટસ

  • March 02, 2023 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બોલીવૂડમાં બે ધૂરંધર એકટર્સે માત્ર એક ફિલ્મમાં સાથે કર્યું છે કામ
  • નવાઝના ભાઇએ તાજેતરમાં બંને વચ્ચેના અણબનાવ અંગે કર્યો ખુલાસો



બોલીવૂડના એક્ટિંગના મામલે બે ધૂરંધર એક્ટરોનું નામ બહુ સન્માનથઈ લેવાય છે. એક સ્વ. ઇરફાન ખાન અને બીજો નવાઝુદ્દીન સિદ્દિકી. બંને એક સાથે માત્ર એક ફિલ્મ લંચબોક્સમાં દેખાયા હતા. ત્યાર બેદ તેમની વચ્ચે કોઇ વાતે અનટસ પડી હતી. હવે ઇરફાન આ દુનિયામાં નથી. જ્યારે જવાઝ પૂર્વ પત્નને કારણે મુશ્કેલીમાં ફસાયેસો છે. 

હવે એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી અને દિવંગત એક્ટર ઈરફાન ખાન વિશે એક વિચિત્ર વાત સામે આવી છે, જે વિશે કદાચ આજ સુધી કોઈએ વિચાર્યું પણ નહીં હોય. એક યુવતીના કારણે તેઓ બંને વચ્ચે તિરાડ પડી ગઈ હતી. નવાઝને ઈરફાનની ગર્લફ્રેન્ડ પસંદ હતી અને ત્યારથી તેમની વચ્ચે મતભેદ થવા લાગ્યા હતા.

જ્યારે પણ ઈરફાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તે નવાઝુદ્દીન સિદ્દિકી સાથે કડવા સંબંધ ધરાવે છે, ત્યારે તેણે આ પ્રશ્નનો જવાબ ટાળ્યો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ ઈરફાન માટે કંઈક આવું જ કર્યું હતું. પરંતુ, થોડા દિવસો પહેલાં નવાઝના ભાઈ શમાસે એક અંગ્રેજી મીડિયાના સવાલનો જવાબ આપતા કહ્યું કે ઈરફાન અને નવાઝ વચ્ચેની આ તિરાડ ત્યારે શરૂ થઈ કે જ્યારે નવાઝે એક યુવતીને ડેટ કરવાનું શરૂ કર્યું, જે ત્યારે ઈરફાનને ડેટ કરી રહી હતી.

નવાઝના ભાઈ શમાસે એવું પણ જણાવ્યું કે, ફિલ્મ ધ લંચબોક્સના શૂટિંગ દરમિયાન આ વિવાદ થયો હતો. એકવખત તો શૂટિંગનો એક આખો દિવસ પણ બરબાદ થઈ ગયો. નવાઝ અને ઈરફાન કહેતા હતા કે તેઓ સેટ પર ત્યારે જશે કે જ્યારે ત્યાં કોઈ હાજર ના હોય.

ગુજરાતના વડોદરા શહેરમાં નવાઝુદ્દીન સિદ્દીકી ચીફ કેમિસ્ટ તરીકેનું કાર્ય કરી ચૂક્યો છે. ત્યારબાદ તે દિલ્હી ગયો અને ત્યાં પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. આર્થિક તંગી હોવાને કારણે દિલ્હીમાં નવાઝુદ્દીન સિદ્દીકી વોચમેન તરીકેની નોકરી પણ કરી ચૂક્યો છે. ત્યારબાદ તે મુંબઈ એક્ટર બનવા માટે આવ્યો અને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી નવાઝુદ્દીન સિદ્દીકીને ઓળખ મળી.

 2012માં આવેલી ફિલ્મ પતંગમાં નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળ્યો હતો અને આ ફિલ્મનું શૂટિંગ જૂના અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી પોળોમાં થયું હતું. આ ફિલ્મના શૂટિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ અમદાવાદમાં ઘણાં દિવસો સુધી રખડપટ્ટી અને અવલોકન કર્યું હતું. આ સિવાય વર્ષ 2008માં આવેલી ફિલ્મ ‘ફિરાક’માં પણ નવાઝુદ્દીન સિદ્દીકીએ નાનકડો રોલ કર્યો હતો અને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ અમદાવાદ હતું.


ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનનું 2020માં 53 વર્ષની વયે અવસાન થયું હતું. ઈરફાન 2018થી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમને પેટના એક ગંભીર ઈન્ફેક્શનને કારણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈરફાન પોતાની પત્ની સુતાપા અને બે દીકરા બાબિલ અને અયાનને વિલાપ કરતા મૂકી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application