ક્રેડિટ કાર્ડથી તૌબા: નવા કાર્ડ ઇશ્યુમાં ૫૦%નો ઘટાડો

  • December 07, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં લોકો ક્રેડિટ કાર્ડથી દૂર રહેવા લાગ્યા છે. છેલ્લા એક વર્ષમાં નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યુની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે ઓકટોબરમાં ૧૬ લાખ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા, યારે વર્ષ ૨૦૨૪માં માત્ર ૭.૮ લાખ કાર્ડ ઈશ્યુ થયા હતા.
અસુરક્ષિત લોનના જોખમને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ જારી કરતી બેંકોને ૨૫ ટકાથી વધુ રકમ જોખમ મૂડી તરીકે અલગ રાખવા જણાવ્યું હતું. આમ હોવા છતાં બેંકો ક્રેડિટ કાર્ડ જારી કરવામાં રસ દાખવી રહી છે, યારે વર્ષના બીજા કવાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંક, આરબીએલ, એકિસસ અને અન્ય ઘણી બેંકોએ લોનની રકમની ચુકવણીમાં ઘટાડો જોયો હતો.
ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે ઓકટોબરમાં એચડીએફસી બેંકે સૌથી વધુ ૨૪ ટકા નવા ક્રેડિટ કાર્ડ જારી કર્યા હતા, એસબીઆઈએ ૨૦ ટકા અને આઈસીઆઈસીઆઈ અને એકિસસ બેંકે ૭.૮ લાખ નવા ક્રેડિટ કાર્ડ જારી કર્યા હતા. છેલ્લા ઘણા વર્ષેાના રેકોર્ડ તોડતા મે ૨૦૨૪માં બેંકિંગ સેકટર માત્ર ૭.૬ લાખ ગ્રાહકોને જ ક્રેડિટ કાર્ડથી જોડવામાં સફળ રહ્યું હતું, જે અત્યાર સુધીનો સૌથી ઓછો આકં છે. જો ફકત વાર્ષિક ધોરણે વાત કરીએ તો ગયા વર્ષના ઓકટોબરની તુલનામાં આ વર્ષે સમાન મહિનામાં ક્રેડિટ કાર્ડ ઇશ્યુની સંખ્યામાં ૪૫ ટકાનો ઘટાડો થયો છે. એક રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે ઓકટોબર ૨૦૨૪માં ક્રેડિટ કાર્ડ ખર્ચની કુલ રકમ ૧.૭૮ ટિ્રલિયન પિયા પર પહોંચી છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૩ ટકા વધુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application