સરકારી કચેરીઓમાં આગામી ૧૦ વર્ષમાં ખાલી પડનાર જગ્યા માટે ભરતી કેલેન્ડર જાહેર કરશે

  • June 07, 2023 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટે આગામી સપ્ટેમ્બર મહિનામાં નવું ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૧૪માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર–૨૦૨૩મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ માટે વહીવટી વિભાગોમાં વિવિધ જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી આપવા  આવેલ છે. આ માટે રાય સરકાર દ્રારા વિવિધ વિભાગો સાથે બેઠકો શ કરવામાં આવી છે રાયના સામાન્ય વહીવટ વિભાગ નાણા વિભાગ તેમજ સંબંધિત વિભાગના સચિવ વચ્ચે આ માટે બેઠકો શ થઈ છે. દરેક વિભાગ પાસેથી આગામી ૧૦ વર્ષ દરમિયાન નિવૃત્ત થનાર કર્મચારી તેમજ વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓની જાણકારી મેળવવામાં આવી રહી છે.





 જુન ,જુલાઈ અને ઓગષ્ટ્ર માસ દરમિયાન બેઠકો યોજીને દરેક વહીવટી વિભાગ માટેના નવા ભરતી કેલેન્ડર તૈયાર કરીને નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન કુલ ૧,૫૬,૪૧૭ જગ્યાઓ ભરવાનું રાય સરકારનું આયોજન હતું. જેની સામે હાલની સ્થિતિેએ ૧,૬૭,૨૫૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે.




તાજેતરમાં રાય સરકાર દ્રારા જુનિયર કલાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાઓ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાય સરકારે દરેક વિભાગમાં ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવાની તૈયારી કરી છે. સચિવાલયમાં ઈ– સરકાર પદ્ધતિ શ કર્યા પછી મહાનગરથી ગ્રામ્ય સ્તર સુધી અને સરકારી વહીવટી પ્રક્રિયાઓ ઓનલાઇન કર્યા બાદ નવેસરથી કેટલા મેન પાવર ની જરિયાત છે તેની સમીક્ષા શ કરવામાં આવી છે.



ભરતી કેલેન્ડર તૈયાર કરવાના મુદ્દે રાયના સામાન્ય વહીવટી વિભાગ નાણા વિભાગ તેમજ જુદા જુદા વિભાગો વચ્ચે બેઠકોનો દોર શ થયો છે આ ભરતી કેલેન્ડર આગામી સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવાની કવાયત શ કરી દેવામાં આવી છે આ બેઠક ત્રણ મહિના સુધી ચાલશે ત્યારબાદ આખરી સમસ્યાના અંતે આગામી ૧૦ વર્ષને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા શ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application