RBIએ 5 વર્ષ પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આજે RBI MPCએ ત્રણ દિવસની બેઠક પછી દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો. આ ઘટાડા પછી, રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયો છે. છેલ્લે મે 2020માં રેપોરેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મે ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૨.૫૦ ટકા સુધીનો વધારો થયો હતો. ત્યારબાદ બે વર્ષ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં.
આ ઘટાડા પછી, સામાન્ય લોકોને તેમના લોન EMIમાં ઘણી રાહત મળશે. હવે બેંકોએ પણ હોમ લોન પર વ્યાજ દર ઘટાડવા પડશે. જેના કારણે સામાન્ય લોકોના હોમ લોન EMIમાં ઘટાડો થશે. જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, સામાન્ય લોકોની હોમ લોનની EMI કેવી રીતે ઓછી થશે?
તમે આ આખી પ્રક્રિયાને ફક્ત એક ગણતરી તરીકે સમજવાનો પ્રયાસ કરી શકો છો. હાલમાં, SBI હોમ લોન પર સૌથી વધુ 9.65 ટકા વ્યાજ દર વસૂલ કરે છે. હવે જ્યારે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે તો SBI હોમ લોનના વ્યાજ દર 9.40 ટકાના દરે જોવા મળી શકે છે.
25 લાખ રૂપિયાની હોમ લોન પર EMI કેટલો ઓછો થશે?
ધારો કે તમે SBI પાસેથી 20 વર્ષ માટે 9.65 ટકાના વ્યાજ દરે 23,549 રૂપિયાના EMI પર 25 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. હવે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ વ્યાજ દર ઘટીને 9.40 ટકા થઈ જશે. જેના પર તમારે હવે 23,140 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. એટલે કે તમારા EMIમાં 409 રૂપિયાનો ઘટાડો થશે.
40 લાખ રૂપિયાની હોમ લોન પર કેટલી રાહત મળે છે?
હાલમાં, 9.65 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે 40 લાખ રૂપિયાની હોમ લોન પર 37,678 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. પરંતુ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા પછી 9.40 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે, જેના પર 37,024 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. આનો અર્થ એ કે તમારા ખિસ્સા પરનો બોજ દર મહિને 654 રૂપિયા ઓછો થશે.
૫૦ લાખની હોમ લોનનો EMI કેટલો હશે?
૫૦ લાખ રૂપિયાની ૨૦ વર્ષ માટેની હોમ લોન માટે, ૯.૬૫% ના દરે EMI ૪૭,૦૯૭ રૂપિયા હતો. પરંતુ રેપો રેટમાં ઘટાડા પછી, તમારી લોન EMI 46,281 રૂપિયા થઈ જશે. આનો અર્થ એ કે તમને 816 રૂપિયાનો ફાયદો મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech