રવિન્દ્ર જાડેજાએ ટીમમાં સ્થાન મેળવતા પહેલા રણજી ટ્રોફીમાં રમવું પડશે

  • January 16, 2023 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિન્દ્ર જાડેજાએ ટીમમાં સ્થાન મેળવતા પહેલા રણજી ટ્રોફીમાં રમવું પડશે


ઘૂંટણની ઈજા બાદ સર્જરી પછી હવે સાજો થઈ ગયો છે. પરંતુ તેણે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.


અમદાવાદ


ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીના રસ્તે ટીમ ઈન્ડિયામાં પાછો ફરવા આતુર છે પરંતુ તેને ટીમમાં સ્થાન મેળવતા પહેલા 24 જાન્યુઆરીથી ચેન્નઈમાં તમિળનાડુ અને સૌરાષ્ટ્રની વચ્ચે રમાનારી રણજી ટ્રોફી મેચ રમવો પડશે. જાડેજા ફાઈનલ રાઉન્ડ માટે તૈયાર છે. તે ઘૂંટણની ઈજાની સર્જરી પછી ટીમમાંથી બહાર હતો. 31 ઓગસ્ટે સપ્ટેમ્બરે એશિયા કપમાં હોંગકોંગની સામે ટી-20 મેચની તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હતી.


જાડેજા (34 વર્ષ) આ સમયે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ)માં 'રિહેબિલિટેશન'ની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અને તેને 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ચાર મેચોની શ્રેણી પહેલા બે ટેસ્ટ માટે 17 સભ્યોની ટીમમાં સ્થાન અપાયું છે. જોકે, તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર કરશે અને જાડેજા ફિટ છે કે નહીં, તેનો ફેંસલો ચાર દિવસીય રણજી ટ્રોફી મેચ દમરિયાન જ થવાની શક્યતા છે.


રિપોર્ટ મુજબ, જાડેજાએ આ સપ્તાહની શરૂઆતમાં બેટિંગ અને બોલિંગ કરવાનું શરૂ કર્યું હતું, કેમકે તે એનસીએમાં પોતાનું રિહેબિલિટેશન પુરું કરવા તરફ છે.


જાડેજાને ટીમ ઈન્ડિયાની લાઈન-અપમાં મીડલ ઓર્ડરમાં 5 કે 6 નંબર પર મહત્વપૂર્ણ ખેલાડી તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને રિશભ પંતની ગેરહાજરીમાં. સાથે જ તેની સ્પિન બોલિંગ પણ ચાર મેચોની શ્રેણીમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની સાથે ઉપયોગી સાબિત થઈ શકે છે.


આ શ્રેણીથી ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સતત બીજી વખત પ્રવેશ શક્ય બની શકે છે. ઓસ્ટ્રેલિયા સામે 2016-17ની શ્રેણીમાં જાડેજાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી, જેમાં તેણે 25 વિકેટ ઝડપી હતી અને 127 રન બનાવ્યા હતા. જેના માટે તેણે પ્લેયર ઓફ ધ સીરિઝની ટ્રોફી મળી હતી. જાડેજાએ 2017થી 19 ટેસ્ટમાં 82 વિકેટ ઝડપી છે અને 52.82ની સરેરાશથી 898 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને સાત અડધી સદી સામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application