કાલાવડ રોડ વિસ્તારની સગીરા ઉપર દુષ્કર્મ, ગર્ભ રાખી દેવાના ગુનાનો આરોપી જામીનમુક્ત

  • June 30, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવા અંગે પોકસો એકટ તથા એટ્રોસિટી એકટ હેઠળના ગુનાના આરોપીની જામીનઅરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.




આ કેસની ટૂંક હકીકત મુજબ, 16 વર્ષ 6 માસની સગીર વયની દિકરી લગ્ન કરવાની લાલચ આપી, પટાવી, ફોસલાવી બદનામ કરવાના ઈરાદે ભગાડી જઈ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયાની માતાએ ગત તારીખ ૧૯/૦૨/૨૦૨૨ના રોજ ફરિયાદ નોંઘાવેલી હતી. જેથી આ કામના આરોપી હાર્દિક ઉર્ફે કાનો રાજેશભાઈ કાચરોલાને પોલીસે ગઇ તા. ૧૫/૦૫/૨૪ના રોજ પકડી પાડી તપાસમાં સગીરા સાથે અવાર નવાર શરીર સંબંધ બાધી ભોગબનનારને ગર્ભ રાખી દીધો હોવાનું બહાર આવતા પોલીસે તેની સામે પોક્સો એક્ટ હેઠળનો પણ ગુન્હો નોંધી કોર્ટમાં રજુ કરતા ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્યારબાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી.



જે જામીન અરજીમાં આરોપી હાર્દિક ઉર્ફે કાનો રાજેશભાઈ કાચરોલા વતી રોકાયેલ એડવોકેટ રણજીત બી. મકવાણા દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ સેશન્સ કોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, નરેન્દ્ર બાવળીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application