રણવીરના રવાડે વિજય, બ્લૂ હેર અને રેડ સાડીમાં અભિનેતાનો નવો લૂક થયો વાઇરલ

  • March 27, 2023 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ તો અવારનવાર રણવીરસિંહ પોતાના અતરંગી લૂકથી ફેન્સને ચોકાવતો રહે છે પણ હવે તો સહઅભિનેતા વિજય પણ તેના જ નકશેકદમ પર હોય તેમ લાગી રહ્યું છે. ડાર્લિંગ ફેમ એક્ટર વિજય વર્માએ હાલમાં જ સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.


વિજય વર્માએ તાજેતરમાં બ્લેક ટક્સીડો અને વાદળી વાળ સાથે મેટલ સાડી સાથે ફોટોશૂટ કરાવ્યું છે. તેની તસવીરો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અભિનેતાએ રિમઝિમ દાદુ દ્વારા ડિઝાઇન કરાયેલ ક્લાસિક મેટલ સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો ડિઝાઇનરે પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ ફોટોશૂટમાં વિજયે પોતાના વાળનો કલર બ્લુ રાખ્યો છે. અભિનેતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને દરેક તેની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે.


તસવીરોના શેર કરતા રિમઝિમે લખ્યું, ‘આર્ટ ઇન મોશન'. વિજય વર્માએ પોતાના કરિયરની શરૂઆત થિયેટર આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેણે 'ગલી બોય' 'પિંક' અને 'મંટો' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આલિયા ભટ્ટ સાથેની તેની ડાર્લિંગ ફિલ્મના ખૂબ વખાણ થયા હતા. આ ઉપરાંત ‘મીરઝાપુર’માં પણ તેના ડબલ રોલની ક્રિટીક્સ દ્વારા નોંધ લેવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application