રામ ચરણને હવે કરવી છે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ, આ ક્રિકેટરની બાયોપિક કરવા માંગે છે RRRનો હીરો

  • March 19, 2023 05:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસએસ રાજામૌલીની પીરિયડ એક્શન બ્લોકબસ્ટર 'RRR' ઓસ્કાર જીત્યા બાદ રામ ચરણની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. આ ફિલ્મનું ગીત નાટુ નાટુ ગીત જુનિયર એનટીઆર અને રામ પર ચિત્રિત કરવામાં આવ્યું હતું. 

રામ ચરણ ઓસ્કાર જીતીને ભારત પરત ફર્યા છે. એરપોર્ટ પર ફેન્સે અભિનેતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રામ ચરણે દિલ્હીમાં એક કોન્ક્લેવમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે પોતાની સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા.


રામ ચરણને ફિલ્મના પડદા પર તે જે ભૂમિકા ભજવવા માંગે છે તેનું નામ આપવા માટે કહેવામાં આવ્યું. ખૂબ વિચાર કર્યા પછી, અભિનેતાએ જવાબ આપ્યો કે તે એક સ્પોર્ટ્સ ફિલ્મ કરવા માંગે છે. તેણે કહ્યું, હું લાંબા સમયથી સ્પોર્ટ્સ સંબંધિત ફિલ્મ કરવા માંગતો હતો જે લાંબા સમયથી પેન્ડિંગ છે. તેના પર જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો વિરાટ કોહલી પર બાયોપિક બનાવવામાં આવે તો શું તે આ રોલ કરવા ઈચ્છશે? રામ ચરણ ઝડપથી આ પ્રશ્ન સાથે સંમત થયા અને તેને એક સારુ સૂચન ગણાવ્યું

રામ ચરણને એક હોલીવુડ ફિલ્મ પણ મળી છે, જેનો તેમણે આ પ્લેટફોર્મ પર ઉલ્લેખ કર્યો છે. જો કે તેણે આ પ્રોજેક્ટ વિશે ખુલીને વાત કરી નથી, પરંતુ નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે અભિનેતા ટૂંક સમયમાં હોલીવુડમાં પ્રવેશ કરશે. 

'RRR'ની સફળતા બાદ રામ ચરણ સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો છે. બોલિવૂડથી લઈને હોલીવુડની ફિલ્મોમાં તેની ડિમાન્ડ થવા લાગી છે.

હાલમાં રામ ચરણની આગામી ફિલ્મ RC 15 છે જેમાં તે કિયારા અડવાણીની સામે જોવા મળશે. હાલમાં ફિલ્મનું અમુક શૂટિંગ બાકી છે, જે હવે અભિનેતા ટૂંક સમયમાં પૂર્ણ કરશે. આ સિવાય રામ ચરણ સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ એક નાનકડી ભૂમિકામાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application