તંત્રની આળશ? ઈશ્વરીયા પાર્કમાં દિવાળી પર્વે પણ લોકોને બોટીંગની મજા નહીં મળે

  • October 29, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારની છૂટ છતાં મેરીટાઈમ બોર્ડની ફીટનેશ સહિતની કામગીરીમાં વિલબં થતાં બોટીંગ ચાલુ નહીં થઈ શકે, હવે દેવદિવાળી સુધીમાં ચાલુ થવાની સંભાવના

રાજકોટ શહેરવાસીઓ તેમજ સહેલાણીઓ માટે બોટીંગ માટેનું એકમાત્ર સ્થળ ઈશ્ર્વરીયા પાર્કમાં લાંબા સમયથી બધં બોટીંગ દિવાળીએ ચાલુ થશે તેવા અણસાર હતા પરંતુ તંત્રની આળશ કે કામગીરીમાં વિલંબના કારણે દિવાળી પર્વે પણ બોટીંગ ચાલુ થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આ વખતે દિવાળીની રજામાં લોકોને બોટીંગની મજા નહીં મળી શકે.
રાજકોટ શહેર જિલ્લા કે સૌરાષ્ટ્ર્રમાં એકમાત્ર ઈશ્ર્વરીયા પાર્કના તળાવમાં બોટીંગ થઈ શકતું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તત્રં સંચાલીત ઈશ્ર્વરીયા પાર્કમાં બોટીંગ માટે ખાનગી કંપનીને કોન્ટ્રાકટ અપાયેલ હતો. વડોદરામાં હરણી કાંડ થયા બાદ રાજકોટના ઈશ્ર્વરીયા પાર્કમાં બોટીંગ સુવિધા બધં કરી દેવાઈ હતી. લાંબા અંતર બાદ રાય સરકાર દ્રારા બોટીંગ માટે ખાસ એસઓપી સાથે લીલીઝંડી અપાઈ છે. રાજકોટ જિલ્લા કલેકટર તત્રં દ્રારા બોટીંગ ફેસેલીટી ચાલુ કરાવવા માટે બોટની ફીટનેશ ચકાસણી સહિતની કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી. ફીટનેશની કામગીરી મેરી ટાઈમ બોર્ડ દ્રારા કરવામાં આવે છે.
હજી સુધી મેરીટાઈમ બોર્ડને ફીટનેશ માટે જાણ કરાઈ નથી જેથી હવે ચકાસણી થવી અસંભવ છે અને ત્યાં સુધી બોટીંગ પણ ચાલુ ન થઈ શકે. મેરીટાઈમ બોર્ડના સર્ટીફીકેટ બાદ એસઓપી મુજબ અન્ય સંલ કામગીરી પણ હાથ ધરવાની રહેશે. બોટીંગ ચાલુ નહીં થવા સંદર્ભે તત્રં વાહકો દ્રારા હજી સુધી સરકારની નવી ગાઈડ લાઈન મુજબ કરવાની થતી કાર્યવાહી બાકી છે પુર્ણ થયા બાદ ફરીથી બોટીંગ શરૂ થશે.
આ બધું જોતાં દિવાળીથી લાભ પંચમ સુધીની રજામાં અસંખ્ય લોકો ઈશ્ર્વરીયા પાર્કની અને બોટીંગની મજા માણતા હતા જે આ વખતે નહીં માણી શકે અને સંભવત દેવદિવાળી સુધીમાં કદાચ બોટીંગ કોઈ વિધ્ન ન આવે તો ચાલુ થવાની શકયતા દેખાઈ રહી છે. એસઓપી મુજબની કાર્યવાહી પુરી થશે ત્યાં પાણી સુકાવા લાગશે. એટલે કદાચ લાંબા સમય બોટીંગ ચાલુ રહેેેવું શકય તેવું નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News