રાજકોટ : મનપાની બેપરવાહીએ લીધો યુવકનો જીવ, હર્ષના પિતા RMC તંત્ર વિરુદ્ધ નોંધાવશે ફરિયાદ

  • January 27, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગર પાલિકાની ઘોર બેદરકારીનું વધુ એક વરવું સ્વરૂપ પ્રકાશમાં આવ્યું છે. મહાનગર પાલિકાની નબળી વ્યવસ્થાના કારણે આજે એક યુવકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, શહેરના વ્યસ્ત વિસ્તાર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આજરોજ વહેલી સવારે એક બાઈક સવારને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો છે. સૂત્રો મુજબ બાઈક સવાર હર્ષ અશ્વિનભાઈ ઠકકર કોર્પોરેશન નાં ખાડામાં બાઈક સાથે પડતાં તેમનું મૃત્યુ થયું છે. 

મળતા સમાચારો મુજબ મૃતકના પિતા અશ્વિનભાઈ ઠક્કર રાજકોટ મહાનગરપાલિકા વિરુદ્ધ કેસ નોંધાવશે, અકસ્માતનો ભોગ બનનાર હર્ષ રૈયા સર્કલ પાસે જ એક ચશ્માની દુકાનમાં જ નોકરી કરતો હોય વહેલી સવારે ઓફિસે જઈ રહ્યો હતો. આ દરમિયાન જ ઘટના ઘટી છે. મૃતકના પરિવારમાં વૃધ્ધ માતા-પિતા સાથે એક ભાઈ અને બહેન હોવાનું જણાયું છે.



​​​​​​​આજરોજ રાજકોટ મહાનગરપાલિકા તંત્રની નબળાઈ છતી થઇ છે. 25 વર્ષીય હર્ષ ઠક્કર 150 રીંગ રોડ પર રૈયા ટેલિફોન એકસચેન્જ નજીક રિંગરોડ પર ખોદેલા ખાડામાં પડતા માથા માંથી સળીયો આરપાર નીકળી ગયો છે. માનપા દ્વારા ખોદાયેલા ખાડા પાસે બેરીકેડ કરાયું ન હોવાથી દુર્ઘટના બની હોવાનું જણાયું છે. જો કે, મૃતાના પિતાએ આ અંગે કોર્ટમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application