રાજકોટ : રસરંગ લોકમેળામાંથી નીકળ્યો 176 ટન કચરો

  • September 12, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાનમાં રંગરસ લોકમેળા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તક રંગરસ લોકમેળા-૨૦૨૩માં સ્વચ્છતા જળવાય રહે તે હેતુથી ત્રણેય શીફટમાં રાઉન્ડ ધ કલોક સફાઇ કરવામાં આવી હતી. જે અન્વયે રાઉન્ડ ધ કલોક કુલ ૨૨૫ સફાઇ કામદારો દ્વારા લોકમેળામાં સફાઇ કામગીરી કરવામાં આવી તથા નાયબ પર્યાવરણ ઇજનેર-૧, મદદનીશ પર્યાવરણ ઇજનેર-૫, સેનીટેશન ઓફિસર-૧ તથા સેનેટરી સબ-ઇન્સપેકટર-૧૨ વગેરેનો સ્ટાફ રાખવામાં આવ્યો હતો. 


ગત તા.૫માં રંગરસ લોકમેળામાં જુદા-જુદા સ્ટોલનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ-૭૮ જુદા-જુદા સ્ટોલનું ચેકીંગ કરતા ૨૬-સ્ટોલમાંથી સીંગલ યુઝ પ્લાસ્ટીક ૦૫-કિ.ગ્રા., ડીસ્પોઝેબલ ગ્લાસ-૧૯૫૦ નંગ તથા કુલ-૮૦૦ નંગ સીંગલ યુઝ ડીશ જપ્ત કરવામાં આવેલ તથા લોકમેળામાં જુદા-જુદા ખાણી-પીણીના સ્ટોલમાંથી કુલ રૂ.૧૧,૫૦૦/-(અંકે રૂપિયા અગીયાર હજાર પાંચસો પુરા)નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ લોકમેળામાં તા.૦૪/૦૯/૨૦૨૩ થી તા.૧૦/૦૯/૨૦૨૩ સુધી ૧૭૬ ટન કચરાના નિકાલની કામગીરી જે.સી.બી-ડમ્પર તથા ૨-મીની ટીપર દ્વારા કરવામાં આવી છે. તેમજ લોકમેળામાં કુલ-૬ મોબાઇલ ટોઇલેટ યુનિટ રાખવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application