ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં વરસાદનું દે ધનાધન ચાલુ: તાલાલામાં ત્રણ ઇંચ

  • July 05, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ચોમાસાના વરસાદના પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં મેઘસવારી ચાલુ રહી છે, જ્યારે રાજકોટ જિલ્લામાં જામકંડોરણામાં સવા ઇંચ વરસાદ સિવાય બાકી માત્ર ઝાપટા નોંધાયા છે. આ વરસાદમાં તાલાલા ગીરમાં ત્રણ ઇંચ, રાજુલા દોઢ ઇંચ જ્યારે જુનાગઢ અને લાઠીમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.
​​​​​​​
હાલ ચોમાસાના પ્રથમ તબક્કાનો વરસાદ ત્રણ જિલ્લામાં રહ્યો છે તેમાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા ખાતે ૩ ઇંચ અને કોડીનાર, સુત્રાપાડા અને વેરાવળમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ, રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં સવા બે ઇંચ અને લોધિકા, વિછીયા, જેતપુર પંથકમાં ઝાપટા વસ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં મેંદરડા માં બેઇઝ જ્યારે જુનાગઢ શહેર ગ્રામ્યમાં એક ઈંચ અને વંથલી, માણાવદર, માળીયા હાટીના પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ, અમરેલી જિલ્લામાં રાજુલામાં પોણા બે ઇંચ, લાઠીમાં એક ઇંચ અને ખાંભા, લીલીયા, સાવરકુંડલા, બાબરા પંથકમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો હતો, આ ઉપરાંત પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ ઝાપટાનો વરસાદ નોંધાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application