શિયાળાની ગુલાબી ઠંડીમાં રેઇનકોટ પહેરવા પડે તેવી સ્થિતિ રાજ્યમાં સર્જાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં ગત રાત્રીથી જ વરસાદ શરૂ થઈ ગયો છે.
થોડા દિવસ પહેલા રાજ્યના હવામાન વિભાગ દ્વારા શિયાળામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં 24 નવેમ્બરથી લઈને 27 નવેમ્બર દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત પર આવશે. આ સિસ્ટમ ગુજરાત સહિત, અરબી સમુદ્ર તથા મહારાષ્ટ્ર અને બીજા વિસ્તારો સુધી અસર કરશે.
આજે અમરેલી, રાજકોટ અને કચ્છમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર અને વીરપુરમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે, તો રાજકોટ શહેરની સ્થિતિ પણ કંઈક આવી જ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. મોડી રાત્રે 3 વાગે વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો.
વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને હાલ ખેતરમાં ઉભેલા શિયાળુ પાકને નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે. આજ માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત માટે ૨૦૪૭ સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવું મુશ્કેલ : માર્ટિન વુલ્ફ
July 06, 2024 01:59 PMઓછી આવક ધરાવતા દેશોમાં ૪ ટકાી વધુ નવજાત મૃત્યુનું કારણ આબોહવા પરિવર્તન
July 06, 2024 01:56 PMવિકટ્રી પરેડ બાદ મરીન ડ્રાઈવ પર એકઠો યો ૧૨ મેટ્રિક ટન કચરા
July 06, 2024 01:52 PMસાપે દંશ દીધો, યુવાને સાપને સામા બે બટકા ભરી લીધા, સાપનું મોત
July 06, 2024 01:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech